નવી દિલ્હી: ભારતના હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 24 કલાકમાં દક્ષિણ રાજસ્થાન, બિહાર,પશ્ચિમ મધ્યપ્રદેશ, પશ્ચીમ બંગાળ અને ઝારખંડના અમુક સ્થળો પર વીજળી પડવાની સાથે વરસાદ થવાની સંભાવના છે.
IMD એ 26 ઓગસ્ટ સુધી બેંગલુરુમાં મધ્યમ વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રેહવાની આશંકા વ્યક્ત કરી છે. એક અન્ય આગાહીમાં કહેવામાં આવ્યું છે કે, 24થી 26 ઓગસ્ટ સુધી ઓડિશામાં મુશળધાર વરસાદ થઇ શકે છે. આ સાથે જ 26 ઓગસ્ટના રોજ પશ્ચીમ બંગાળ અને ઝારખંડમાં મુશળધાર વરસાદની પણ સંભાવના છે.