- હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી
- તેલંગાણામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી
- હવામાન વિભાગ એલર્ટ જાહેર કર્યું
હૈદરાબાદ: તેલંગાણા સહિત દક્ષિણ ભારતના અન્ય રાજ્યોમાં આ દિવસોમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન અસરગ્રસ્ત છે. તેલંગાણામાં આગામી 24 કલાક ભારે વરસાદની સંભાવના છે. હૈદરાબાદ હવામાન વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. વિભાગના જણાવ્યા મુજબ અમુક સ્થળો પર ભારે વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
દેશના ઘણા રાજ્યોમાં, પૂરની પરિસ્થિતિઓ સર્જાઇ છે. IMDએ કહ્યું કે, મધ્ય બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ રહ્યો છે. IMDના ડિરેક્ટર નાગરત્નાએ કહ્યું કે, આગામી 24 કલાકમાં ઉત્તર પશ્ચિમમાં ભારે વરસાદ થઇ શકે છે.
મધ્ય બંગાળમાં આવેલા ચક્રવાતને કારણે દેશના દરિયાકાંઠાના રાજ્યોમાં 20 થી 23 ઓક્ટોબર સુધી ભારે વરસાદની સંભાવના છે, જેના કારણે યેલો એલર્ટ જારી કરવામાં આવ્યો છે. 24 ઓક્ટોબર સુધીમાં ઓછો વરસાદ થવાની સંભાવના છે.