ETV Bharat / bharat

દલિતોના નેતા તરીકે ઓળખાતાં પાસવાનની રાજકીય સફર વિશે જાણીએ.. - રામવિલાસ પાસવાન નેતા

બિહારમાં દિલતોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેનાર અને દલિતોના નેતા તરીકે ઓળખાતા રામવિલાસ પાસવાનની રાજકીય સફર વિશે થોડું જાણીએ...

vc
cv
author img

By

Published : Oct 9, 2020, 7:13 AM IST

Updated : Oct 9, 2020, 8:00 AM IST

પટનાઃ રામવિલાસ પાસવાન, બિહારમાં દલિતોના નેતા તરીકે ઓળખાતા એક વ્યક્તિ જેમણે "હું એક એવા ઘરમાં દિવો પ્રગટાવવા ચાલ્યો છુ, જે ઘરમાં સદીઓથી અંધારુ છે" ના નારા સાથે પોતાની રાજનીતિક જીવનની શરૂઆત કરી હતી. તેમણે બિહાર પોલીસની નોકરી છોડી રાજનીતિમાં પગલુ માંડયુ હતું.

ખગડિયાના દલિત પરિવામાં જન્મ્યાં હતા પાસવાન

લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ રામ વિલાસ પાસવાનનો જન્મ 5 જુલાઈ 1946ના રોજ ખઘડિયામાં એક દલિત પરિવારમાં થયો હતો. તેમણે બુંદેલખંડ યૂનિવર્સિટી ઝાંસીમાં એમ.એ અને પટના યુનિવર્સિટીમાંથી એલ.એલ.બીની ડિગ્રી મેળવી હતી.

1960 થી શરૂ થઈ રાજનીતિક સફર

પાસવાનની રાજનીતિક સફરની શરૂઆત 1960ના દશમાં બિહર વિધાનસભાના સભ્ય તરીકે થઈ હતી. 1960 માં પહેલી વાર પાસવાન બિહારમાં રાજ્યસભાની ચૂંટણીમાં સંયુક્ત સોશલિસ્ટ પાર્ટીના ઉમેદવારના રુપમાં જીત મેળવી હતી. 1977માં છઠ્ઠી લોકસભામાં પાસવાન જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ થયા હતા. 1982માં લોકસભા ચૂંટણીમાં પાસવાન બીજીવાર પણ જીત્યા હતાં.

દલિતોના વિકાસ માટે બનાવી દલિત સેના

1983માં રામવિલાસ પાસવાને દલિતોના વિકાસ માટે દલિત સેના બનાવી હતી. આ સાથે જ તેમનો જીતનો શિલ શિલો પણ આગળ વધતો રહ્યો. 1989માં 9મી લોકસભામાં તેમણે ત્રીજી વાર વિજય મેળવ્યો હતો. 1996માં દસમી લોકસભા ચૂંટણીમાં પણ તેમણે જીત હાંસિલ કરી હતી.

હંમેશા આ નારા સાથે આગળ વધ્યાં પાસવાન

હું એક એવા ઘરમાં દિવો પ્રગટાવવા ચાલ્યો છુ, જે ઘરમાં સદીઓથી અંધારુ છે

2000 માં જેડીયુથી અલગ થઈ બનાવી લોક જનશક્તિ પાર્ટી

રામવિલાસ પાસવાને 2000માં જેડીયુથી અલગ થઈ લોક જનશક્તિ પાર્ટીનું ગઠન કર્યુ હતું. સતત બારમી, તેરમી અને ચૌદમી લોકસભા ચૂંટણીમાં પણ તે જ જીત્યા હતાં. તે બીજી બાજુ ઓગસ્ટ 2010માં રાજ્યસભાના સભ્ય તરીકે પણ પસંદ થયા હતાં.

એક નજર તેમના મંત્રાલયો પર

  • તેઓ 1989 માં કેન્દ્રીય શ્રમ પ્રધાન હતા
  • તેમણે 1996 માં રેલવે પ્રધાનનું પદ સંભાળ્યું હતું
  • 1999 માં કોમ્યુનિકેશન્સ પ્રધાન હતા
  • તેમણે 2002માં કોલસા પ્રધાન પદ સંભાળ્યું હતું
  • 2014 માં ખાદ્ય અને ગ્રાહક સુરક્ષા પ્રધાન બન્યા
  • 2014 થી અત્યાર સુધી પાસવાન અન્ન અને ગ્રાહક સુરક્ષા પ્રધાન હતા

2005માં બિહારમાં રાજકારણ વિખેરાયું

2005 થી 2009 સુધીનો રાજકીય સમય રામવિલાસ માટે કઠિન સાબિત થયો હતો. 2005માં લાલુ અને નીતિશની લડાઈ વચ્ચે સત્તા મેળવવા માટે તમામ રણનીતિઓ અને પ્રયાસો કર્યા પરંતુ નીતિશ કુમારે તેમના 12 ધારાસભ્યોને તોડી તેમને ઝટકો આપ્યો હતો. રાષ્ટ્રપતિ શાસન બાદ જ્યારે નવેમ્બરમાં ચૂંટણી થઈ ત્યારે ન માત્ર લાલુનું 15 વર્ષનું શાસન પરંતુ રામવિલાસની આખું રાજનીતિક એકમ ભાંગી પંડ્યું. જોકે ત્યાર બાદ તેઓ કેન્દ્રની રાજકિયામાં સક્રિય રહ્યા હતાં.

Last Updated : Oct 9, 2020, 8:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.