આ આગની ઘટનામાં 8-10 લોકો ફસાયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. અગ્નિશામક દળે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
ફાયર ફાયટરો બીજા માળેથી 2 લોકોને, ત્રીજા માળેથી 3 લોકોને તેમજ 2 લોકોને ચોથા માળેથી રેસ્ક્યુ કર્યા હતા. આ ઉપરાંત 4 લોકોનું ટેરેસ પરથી રેસ્ક્યુ કરાયું હતું. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.