ETV Bharat / bharat

ચાલો આપણે સૌ કોરોનાને હરાવીએ

કોરોના વાઇરસ એક પ્રકારનું ઠંડુ યુધ્ધ ખેલી રહ્યો છે અને સુનામીના મોજાની જેમ સમગ્ર વિશ્વને તેના ભરડામાં લઇ રહ્યો છે. તે અમેરિકામાં પણ ખુબ જ ઝડપથી ફેલાઇ રહ્યો છે અને ડોક્ટરોએ પ્રમુખ ટ્રમ્પને લોકડાઉન કરવાની સલાહ આપી છે, જો કે અત્યંત ભયાનક કહી શકાય એવી આર્થિક કટોકટીની દહેશત હોવાથી તે સંપૂર્ણ લોકડાઉન કરવાની વિરુધ્ધમાં છે. ભારતના વડાપ્રધાન મોદીએ જો કે લોકોના જીવનને અને તેઓની સલામતીને ધ્યાનમાં લેતાં ત્રણ સપ્તાહ સુધી દેશવ્યાપી લોકડાઉન કરવાની જાહેરાત કરી છે.

કોરોના વાઇરસ
કોરોના વાઇરસ
author img

By

Published : Mar 27, 2020, 8:44 PM IST

ન્યૂઝ ડેસ્ક: આરંભમાં સમગ્ર વિશ્વમાં એક લાખ લોકોને આ વાઇરસનો ચેપ લાગવામાં 67 દિવસનો સમય લાગ્યો હતો પરંતુ ત્યારબાદ ફક્ત અગ્યાર જ દિવસમાં વધુ એક લાખ લોકોને તેનો ચેપ લાગ્યો અને છેલ્લે ફક્ત ચાર જ દિવસમાં વધુ એક લાખ લોકો તેનાથી સંક્રિમત થયા આ વાસ્તવિકતા જ દર્શાવે છે કે આ વાઇરસ ખુબ જ પ્રાણઘાતક છે અને તેનો ફેલાવો અત્યંત વેગથી થઇ રહ્યો છે. ભારતમાં કોરોના વાઇરસથી સંક્રિમત થવાના પ્રથમ 50 કેસ નોંધાવવામાં 40 દિવસનો સમય લાગ્યો હતો.

પરંતુ ત્યારબાદના ફક્ત પાંચ જ દિવસમાં વધુ 50 કેસ નોંધાયા હતા. ફક્ત પાંચ જ દિવસમાં કેસની સંખ્યા ડબલ થઇ જવી એ બાબત જ દર્શાવે છે કે આ રોગચાળો ખુબ જ ઝડપથી ફેલાઇ રહ્યો છે. કોરોના વાઇરસની ચેઇનને તોડવા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા 21 દિવસના લોકડાઉનનો નિર્ણય એ ખરેખર ખુબ જ મજબૂત વ્યૂહરચના છે. કોરોના વાઇરસના ચિહ્નો ચેપ લાગ્યાના 14 દિવસ દરમ્યાન જોવા મળે છે.

આ રોગ એક પરિવાર પૂરતો જ મર્યાદિત રહેતો હોવાથી તેના દર્દીને શોધી કાઢવો અને તેની સચોટ સારવાર કરવી શક્ય બની છે, તે સાથે જ સોસાયટીના બાકીના લોકોને પણ તેનો ભોગ બનતા અટકાવી શકાય છે. સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર શીતળા અને પોલિયો જેવા રોગોને જડમૂળમાંથી ઉખેડી નાંખવામાં ભારતને સફળતા મળી હોવાથી વિશ્વ આરોગ્ય સંગઠન ઇચ્છે છે કે કોરોના વાઇરસ સામેના આ જંગની આગેવાની પણ ભારતે જ લેવી જોઇએ.

આ રોગચાળાની સામે જંગ લડવા સમયની વિરુધ્ધ જઇને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જે વ્યૂહરચના અપનાવવામાં આવી છે તેના પ્રત્યે અને આ જંગમાં રાષ્ટ્રને વિજેતા બનાવવા દેશના લોકોએ પણ કટિબદ્ધ રહેવું જોઇએ. કોવિદના ફેલાવાને અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા લોકડાઉનના કારણે જે આર્થિક નુકસાન થવાનું છે તે અંદાજે 9 લાખ કરોડ જેટલું રહેશે. જો કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે (આઇસીએમઆર) નાણાંકીય લાભની તુલનાએ માનવીના જીવનું રક્ષણ કરવા અંગે જાહેર કરાયેલા રાષ્ટ્રવ્યાપી બંધના મહત્વને સમર્થન આપ્યું છે. આઇસીએમઆર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે આ મહિનાની 15 તારીખ સુધીમાં કોરોના વાઇરસના સો કેસ શોધી કઢાયા હતા પરંતુ આગામી પંદર દિવસમાં તેમાં નવ ગણો વધારો થઇ શકે છે.

જો સમગ્ર દેશભરમાં તમામ પરિવારો પોતાના ઘરોમાં જ બંધ રહે તો કોરોના વાઇરસની તિવ્રતાને 69 ટકા જેટલી ઘટાડી શકાય છે. તેમ કરવાથી આ રોગના કેસની સંખ્યા હજારો સુધી પહોંચી જવાના ભયને ટાળી શકાશે અને દેશના આરોગ્ય ક્ષેત્ર ઉપર પડનારા બિનજરૂરી બોજને ઘટાડી શકાશે. તેણે એવી પણ જાહેરાત કરી છે કે જો ચિહ્નો વિનાના 75 ટકા પોઝીટીવ કેસને પણ જો શોધી કાઢીએ તો તેને એક મહારોગચાળામાં તબદિલ થતાં આપણે રોકી શકીશું. દક્ષિણ કોરિયા અને અમેરિકાનો અનુભવ દર્શાવે છે કે કોઇએ પણ કોરોના વાઇરસની અવગણના કે ઉપેક્ષા કરવી નહીં. ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અને ટેકનોલોજીની મદદથી આ રોગના શકમંદોને શોધી કાઢીને તેને મહારોગચાળામાં તબદિલ થતો રોકવામાં દક્ષિણ કોરિયા દ્વારા ધરખમ પ્રયાસો કરાયા હતા તેમ છતાં ફક્ત એક દર્દી (દર્દી નં. 31) અનેક ચર્ચ અને હોસ્પિટલોની મુલાકાત લે છે અને દેશમાં આ રોગને એક મહારોગચાળાનો વિસ્ફોટ કરવાનું કારણ બની જાય છે.

આ પ્રાણઘાતક ચેપનો ફેલાવો અટકાવવા આજે સમગ્ર દેશને કોરિન્ટાઇનમાં મૂકવાની જરૂર પડી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં અગ્રેસર ગણાતા અમેરિકામાં કોરોના વાઇરસના 55000 કેસ નોંધાતા તે ઘેરી ચિંતામાં પડી ગયું છે અને દક્ષિણ કોરિયાનો સહકાર માંગી રહ્યો છે. કોરોના વાઇરસના ફેલાવાને અટકાવવાની વ્યૂહરચનામાં પ્રત્યેક નાગરિકને એક કટિધ્ધ સૈનિક બની જવું જરૂરી છે.

કોરોના વાઇરસના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પડેલી ખલેલને ધ્યાનમાં લેતા વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલ્યુએચઓ) દ્વારા ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે ભારત પણ કોઇ અપવાદરૂપ દેશ નથી અને તેણે પણ આ રોગને ગંભીરતાથી લેવો જોઇએ. સરકાર દ્વારા જાહેર કરાયેલા લોકડાઉનના કારણે તેની વસ્તીના 30 ટકા લોકો ઉપર અસર થઇ શકે તેમ છે, તેથી સરકારે નાગરિકોની યાતનાઓ દૂર કરવા તેઓને ટેકો આપવો જોઇએ.

સરકારે જાહેરાત કરી છે કે ઓપન માર્કેટમાં પ્રતિ કિલો રૂ. 37ના ભાવે મળતા ચોખા પ્રતિ કિલો રૂ. 3.00ના ભાવે આપવામાં આવશે. દેશમાં 130 કરોડ લોકોને પોતાના ઘરોમાં બંધ કરી દીધા હોઇ સરકારે તેઓને જીવન જરૂરી ચીજવસ્તુનો પૂરવઠો યોગ્ય પ્રમાણમાં મળી રહે તે બાબત અને તેઓને કુપોષણ સામે રક્ષણ મળી રહે તે સુનિશ્ચિત કરતાં કેટલાંક કડક પગલાં ભરવા પડશે. કેરળની સરકાર શાળાના બાળકોને મધ્યાન ભોજન ઘરબેઠા જ મળી રહે તે માટે આયોજન કરી રહી છે. પરિવહન સેવાઓ તદ્દન ઠપ થઇ ગઇ હોવાથી દૈનિક જીવનની જરૂરી ચીજવસ્તુઓનો પૂરવઠો ગોડાઉનથી દૂર-સુદૂરના ગામડાઓ સુધી અવિરતપણ પહોંચતો રહેવો જોઇએ.

મીડિયાના રિપોર્ટ મુજબ લોકો પોતાની જીવન જરૂરી ચીજવસ્તુઓનો 79 ટકા પૂરવઠો ઇ-કોમર્સની વેબસાઇટ ઉપરથી મળતો નથી અને 32 ટકા વસ્તુઓ છૂટક બજારોમાંથી મળતી નથી, અને ફાર્માસ્યૂટિકલ ઉદ્યોગ પણ તેઓના સ્ટોકના પૂરવઠાને લોકો સુધી પહોંચાડવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. સરકારે આ તમામ મુશ્કેલીઓનો ઉકેલ લાવવો જોઇએ અને ઘરોમાં બંધ રહેલા લોકો ભુખે મરે નહીં તે સુનિશ્ચિત કરવું જોઇએ. સમગ્ર વિશ્વભરમાં ઝૂંપડપટ્ટીમાં રહેલા કુલ લોકો પૈકીના ત્રીજા ભાગના લોકો ભારતમાં રહે છે એ વાસ્તવિકતાને ધ્યાનમાં લેતાં ધારાવી (મુંબઇ-જ્યાં 7 લાખ લોકો ખુબ જ ગીચતાપૂર્વક એકબીજાની સાથએ રહે છે) જેવી મોટી વસાહતોમાં સોસિયલ ડિસ્ટન્સીંગનું યોગ્ય પાલનને સુનિશ્ચિત કરવામાં પડનારી મોટી મોટી મુશ્કેલીઓનો ઉકેલ લાવવો જોઇએ. કોરોના વાઇરસના કારણે ઉભી થયેલી સમસ્યા સામે સરકારે જંગ છેડવો જોઇએ અને દેશના પ્રત્યેક નાગરિકને કોવિદ સામેના જંગ વિરુદ્ધ તૈયાર કરવા જોઇએ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.