ETV Bharat / bharat

લાલ બહાદુર શાસ્ત્રીની જયંતી પર રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને આપી શ્રદ્ધાંજલિ - લાલ બહાદુર શાસ્ત્રીની જયંતી

આજે ભારતના પૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન સહિત અનેક મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

લાલ બહાદુર શાસ્ત્રીની જયંતી
લાલ બહાદુર શાસ્ત્રીની જયંતી
author img

By

Published : Oct 2, 2020, 12:32 PM IST

નવી દિલ્હી: પૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર 1904 ના રોજ ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેમની સરળતા અને નમ્રતાથી તેઓ લોકોમાં જાણીતા હતા. 1965ના ભારત-પાક યુદ્ધ દરમિયાન આપેલા 'જય જવાન જય કિસાન' નું તેમનું સૂત્ર આજે પણ સચોટ છે. તેઓ ભારતના બીજા વડા પ્રધાન હતા.

આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ વિજય ઘાટ પહોંચ્યા હતા અને પૂર્વ વડા પ્રધાન સ્વ.લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

તો આ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રધ્ધાંજલિ અર્પી હતી અને કહ્યું હતું કે, "તેઓ સરળતાના પ્રતીક છે અને તેમણે દેશના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેઓ સાદગીના પ્રતીક હતા અને રાષ્ટ્રના કલ્યાણ માટે જીવતા હતા. ત્યારે તેમની જન્મજયંતિ પર તેમને યાદ કરીએ છીએ અને તેમના દ્વારા ભારત માટે કરેલા દરેક કામ માટે અમે તેમના ખૂબ આભારી છીએ."

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ ટ્વીટ કર્યું હતું કે, "જે લોકો શાસન કરે છે તેઓએ જોવું જોઈએ કે લોકો વહીવટની પ્રક્રિયા કેવી રીતે કરે છે." લાલ બહાદુર શાસ્ત્રીજીના આ વિચારો આજના શાસકો માટે વધુ પ્રરેણારૂપ છે. શાસ્ત્રીજીની જન્મજયંતિ પર તેમને શત શત નમન..જય જવાન જય કિસાન!

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, "ભારત રત્ન લાલ બહાદુર શાસ્ત્રીજીનું સરળ, સ્વપ્નદ્રષ્ટા અને નિર્ભય વ્યક્તિત્વ સમગ્ર રાષ્ટ્રને પ્રેરણા આપે છે. હિમાલય જેવા તેમના મજબુત નેતૃત્વ અને 'જય જવાન જય કિસાન' ના નારાથી ભારતની સમૃદ્ધિ અને સુરક્ષાના બે સૌથી મોટા આધારસ્તંભોએ સશક્ત બનાવ્યા છે."

શુક્રવારે ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ પૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.