હકીકતમાં, સુપ્રીમ કોર્ટે એરિક્સન ઇન્ડિયાની અરજી પર નોટિશ પાઠવી હતી, જેમાં તેના પર 550 કરોડ રૂપયાની ચૂકવણી ન કરવાનો આરોપ લાગ્યો હતો.
બેંન્ચે અંબાણી સહિતનાઓને બુધવારે કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો છે.
આ કેસમાં છેલ્લી 7 જાન્યૂઆરીએ સુનાવણીના સમયે એરિક્સન ઇન્ડિયા તરફથી વરિષ્ઠ વક્તા દુષ્યંત દવેએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના પહેલાના આદેશોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને તેઓએ હજુ સુધી રકમની ચૂકવણી કરી નથી.
આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટના જજ આર એફ નરીમનની અધ્યક્ષતાની બેંચમાં અંબાણી સહીત ચાર અન્યના જવાબો પણ માંગ્યા હતા.
આ કેસમાં આર કોમ તરફથી કોંગ્રેસ નેતા અને વકીલ કપિલ સિબ્બલ સહિત મુકુલ રોહતગી રજૂ થયા હતા. બંન્ને કોર્ટ સમક્ષ 118 રૂપયાની ચુકવણીની ઓફર કરી હતી.
એરિક્સને કોર્ટમાં સ્પષ્ટ કર્યું હતુ કે આરકોમ 118 કરોડ રૂપયાની ચુકવણીનો સ્વીકાર નહીં કરે અને તેને 550 કરોડ રૂપયાની પૂરી રકમ વ્યાજ સહિત જોઇએ છે.
ત્યાર બાદ સુપ્રીમ કોર્ટની બેંન્ચે આર કોમને 118 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ કોર્ટમાં જમા કરવાની સૂચના આપી હતી, તેના સિવાય આ ત્રણને દેશ ન છોડવા અને યોગ્ય પગલા લેવાનો ગૃહ મંત્રાલયને અનુરોધ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે પાછળના વર્ષે 23 ઓક્ટોબરે આર કોમને ચૂકવણી કરવા કહ્યું અને કહ્યું હતું કે 15 ડિસેમ્બર 2018 સુધી તેને ચૂકવણી કરી દેવામાં આવે. તેનો વિલંબ થવા પર 12 ટકા વ્યાજ ચૂકવવુ પડશે.
કોર્ટે કહ્યું હતુ કે જો 15 ડિસેમ્બર 2018 સુધી આ રકમની ચૂકવણી કરવામાં ન આવે તો એરિક્સન તેની અરજી ફરીથી કરી શકે છે.