નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક વકીલને એક લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે. હકીકતમાં આ વકીલે કોરોના વાઇરસના રોગચાળા વચ્ચે દારૂની દુકાનો બંધ કરવા માટે અનેક અરજીઓ કરી હતી.
સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું કે, આ કેસની સુનાવણી કરવા તૈયાર નથી, કારણ કે આ અરજીઓ માત્ર પ્રસિદ્ધિ માટેની છે. આવી ઘણી અરજીઓ સાંભળી શકતી નથી.
ખંડપીઠે કહ્યું કે, 'અમારી પાસે અન્ય વકીલો દ્વારા બીજી ખાસ અરજીઓ દાખલ કરવામાં આવી છે. સામાજિક અંતરમાં વિક્ષેપ કરવો એ મુદ્દો સિસ્ટમ માટે છે, જો કે, કલમ 32 હેઠળ કોર્ટ માટે નહીં. આ અરજીઓ સમયના દુરૂપયોગ માટેની છે અને અમે આ મુદ્દે કોઈ કાર્યવાહી કરી શકતા નથી. આ સાથે સુપ્રીમ કોર્ટે આ કેસ રદ્દ કર્યો હતો.