નવી દિલ્હી: લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદના સમાધાન માટે સોમવારે કોર્પ્સ કમાન્ડર-સ્તરની બેઠક યોજાઇ હતી. આ બેઠક 11 કલાક સુધી ચાલી હતી છતા પણ કોઇ નિર્ણય આવ્યો ન હતો.
આ બેઠક ભારતના ચુશૂલમાં થઈ હતી. આ બેઠકનો એજન્ડા ચીન સ્ટડી ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ચીને ભારતને 7 પોઇન્ટ પરથી પીછેહઠ કરવા કહ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતે ચીનની આ માગને ફગાવી દીધી છે.આ આગાઉ અમેરિકા, જાપાન,ભારત અને ઓસ્ટ્રેલિયા પર આધારિત ક્વાડ દેશોના વિદેશ પ્રધાનોની બેઠક મંગળવારે ટોક્યોમાં મળી હતી.