નવી દિલ્હી : દેશમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે. સરકાર આ વાઇરસ સામે લડાઇ લડવા અનેક અભિયાન ચલાવી રહ્યાં છે. વર્તમાનમાં વડાપ્રધાન મોદીએ આ મહામારી સામે લડવા લોકો પાસે આર્થિક મદદ કરવાની અપીલ કરી હતી. વડાપ્રધાન મોદીએ તેના માટે રાહત ફંડથી અલગ વડાપ્રધાન કેયર્સ ફંડની જાહેરાત કરતા જણાવ્યું કે આ ખાતામાં આવેલા ફંડનો ઉપયોગ કોરોના વાઇરસ અને આવનારા સંકટમાંથી બહાર નિકળવા માટે કરવામાં આવશે.
જણાવી દઇ એ કે ફંડ એકત્રિત કરવા પહેલીથી જ વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડ છે. જેમાં દરેક વર્ષે જેટલી પણ રકમ એકઠી થાય છે તેનો ઓછી માત્રામાં જ ખર્ચ કર્યો છે. આવો તેના પર એક નજર કરીએ કે 10 વર્ષમાં વડાપ્રધાન રાહત ફંડમાં કેટલુ ફંડ એકઠુ થયુ છે અને રાહત ફંડમાંથી કેટલો ખર્ચ થયો છે.
2009-10માં પીએમએનઆરએફ ફંડમાં કુલ 1652 કરોડ 78 લાખ રૂપયાનું ફંડ એકઠુ થયુ. જેની સામે 185 કરોડ 6 લાખ રૂપયા રાહત ફંડમાં એકઠા થયા, જ્યારે કુલ 143 કરોડ 90 લાખ રૂપયાનો ખર્ચ થયો હતો.
2010-11માં 155 કરોડ 19 લાખ રૂપયા રાહત ફંડમાં આવ્યા હતા, જેમાં 2010માં રાહત ફંડમાં કુલ 1625 જમા હતા. જેમાં તત્કાલીન વર્ષ 182 કરોડ 33 લાખ રૂપયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
2011-12માં રાહત ફંડમાં 200 કરોડ 70 લાખ રૂપિયા જમા થયા, ત્યારબાદ રાહત ફંડમાં કુલ 2012માં 1698 કરોડ રૂપયા થઇ ગયા. તે વર્ષે સરકારે પીએમએનઆરએફથી માત્ર 128 કરોડ 43 લાખ રૂપયા જ ખર્ચ થયો હતો.
2012-13માં રાહત ફંડમાં કુલ 211 કરોડ 42 લાખ રૂપિયા જમા થયા. જેનાથી રાહત ફંડમાં કુલ ફંડ 1727 કરોડ પહોંચ્યો. જેમાં માત્ર 181 કરોડ 62 લાખ રૂપિયાનો ખર્ચ થયો.
2013-14માં 577 કરોડ 19 લાખ રૂપિયા જમા થયા અને તે જ રીતે પીએમએનઆરએફમાં કુલ ફંડ 2011 કરોડ રૂપિયા થયુ. આ ફંડથી તે વર્ષે માત્ર 293 કરોડ 62 લાખ રૂપિયા જ ખર્ચ થયો.
2014-15માં રાહત ફંડમાં આ ફંડનો આંકડો 2510 કરોડ રૂપિયા પર પહોંચ્યો. તે વર્ષે રાહત ફંડમાં કુલ 870 કરોડ 93 લાખ રૂપિયા જમા થયા, જ્યારે 372 કરોડ 29 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.
2016-16માં 751 કરોડ 74 લાખ રૂપિયા જમા થયા. જેનાથી રાહત ફંડ 2637 કરોડ ત્રણ લાખ રૂપિયા થયુ હતુ. જેમાં માત્ર 624 કરોડ 74 લાખ રૂપિયાનો ખર્ચ થયો.
2016-17માં રાહત ફંડમાં 2923 કરોડ 96 લાખ રૂપિયા જમા થયા. તે વર્ષે રાહત ફંડમાં 491 કરોડ 42 લાખ રૂપિયા જમા થયા જ્યારે 204 કરોડ 49 લાખ રૂપિયાનો ખર્ચ થયો.
2017-18માં 486 કરોડ રૂપિયા જમા થયા અને કુલ 3229 કરોડ 76 લાખ રૂપિયાએ આ આંકડો પહોંચ્યો. તે વર્ષે માત્ર 180 કરોડ 85 લાખ રૂપિયા જ ફંડમાંથી ખર્ચ થયો હતો.
ગત વર્ષે એટલે કે 2018-19માં કુલ 788 કરોડ 18 લાખ રૂપિયા વડાપ્રધાન રાહત ફંડમાં જમા થયા હતા. આ સાથે રાહત ફંડમાં કુલ ફંડ 3800 કરોડ 44 લાખ થયુ. જેમાં ખર્ચ માત્ર 212 કરોડ 50 લાખ રૂપિયા થયો હતો.