ETV Bharat / bharat

લાલુ જેલમાં જ ઉજવશે દિવાળી અને છઠ, 27 નવેમ્બરના રોજ થશે જામીન અરજીની સુનાવણી

ઘાસચારા કૌભાંડ કેસમાં જેલવાસમાં રહેલા લાલુ પ્રસાદ યાદવની જામીન અરજી ઝારખંડ હાઇકોર્ટમાં શુક્રવારના રોજ થવાની હતી. જેની સુનાવણી કોર્ટે 27 નવેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે. જે કારણે લાલુ આવનારી દિવાળી અને છઠ મહાપર્વ જેલમાં જ ઉજવવી પડશે.

લાલુ પ્રસાદ યાદવ
લાલુ પ્રસાદ યાદવ
author img

By

Published : Nov 6, 2020, 11:00 PM IST

  • ચર્ચાસ્પદ ઘાસચારા કૌભાંડ કેસમાં જેલવાસ ભોગવી રહ્યા છે લાલુ પ્રસાદ
  • બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદની જામીન અરજીની સુનવણી 27 નવેમ્બરે
  • લાલુ પ્રસાદ યાદવ જેલમાં દિવાળી અને છઠ ઉજવશે

ઝારખંડ : ઘાસચારા કૌભાંડ કેસમાં જેલવાસ ભોગવી રહેલા બિહારના પૂર્વ મુખ્યપ્રધાન અને RJD સુપ્રિમો લાલુ પ્રસાદ યાદવની જામીન અરજીની સુનાવણી શુક્રવારના રોજ થઇ હતી. આ સુનાવણી દરમિયાન CBIના વકીલે અદાલત પાસે સમયની માગ કરી હતી. જે કારણે કોર્ટે CBIને સમય આપ્યો હતો. હવે આ કેસની સુનાવણી 27 નવેમ્બરના રોજ કરશે.

જે કારણે એ વાત ચોક્કસ છે કે, લાલુ પ્રસાદ યાદવ આગામી દિવાળી અને છઠ મહાપર્વ જેલમાં જ ઉજવવી પડશે. ઉલ્લેખનીય છે કે, છઠ પૂજન સમયે લોકો અને મીડિયાનું ધ્યાન લાલુ પરિવાર પર વિશેષ રહે છે. કારણે કે, રાબડી દેવી બિહારના મુખ્યપ્રધાન રહી ચુક્યા છે અને તેમને છઠનું વ્રત કરતા હતા. તેમજ લાલુ પ્રસાદ યાદવ સુર્યની પૂજા કરતા હતા.

ઝારખંડ હાઇકોર્ટના ન્યાયાધીશ અપરેશ કુમાર સિંહની ખંડપીઠે લાલુ પ્રસાદ યાદવની જામીન અરજીની સુનાવણી કરી હતી. આ સુનાવણી દરમિયાન લાલુ પ્રસાદ યાદવની જામીન અરજીનો જવાબ આપવા માટે CBIએ અદાલત પાસે સમય માગ્યો હતો. જે માગ સ્વીકારતા અદાલતા આગામી 27 નવેમ્બર સુધી સુનવણી મુલતવી રાખી છે.

લાલુપ્રસાદ તરફથી ઝારખંડ હાઈકોર્ટમાં દુમકા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર રીતે નાણા ઉપાડવા મામલે ઝારખંડ હાઇકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી છે. લાલુએ આ અરજીમાં જણાવ્યું છે કે, તેમનો કસ્ટડી સમયમાં જ દુમકા ટ્રેઝરીના કેસ આપવામાં આવેલી સજા અડધી પૂર્ણ થઈ ગઈ છે. જે કારણે તેમને જામીન મળવા જોઈએ.

  • આ પણ વાંચો :

હાઈકોર્ટે લાલુ યાદવને આપી રાહત, ચાઇબાસા કેસમાં જામીન મંજૂર

લાલુ યાદવને રિમ્સ ડાયરેક્ટરના બંગલામાં શિફ્ટ કરવામાં આવશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.