કર્ણાટક: માંડ્યા જિલ્લાના માલાવલ્લી પેટા વિભાગના મહિલા DYSP પૃથ્વી હાલ કોરોના વાઈરસના કારણે ફરજ પર છે. ફરજ બજાવવા માટે તેમણે તેમના લગ્ન પણ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. પૃથ્વીના લગ્ન 5 એપ્રિલના રોજ થવાના હતા. પરંતુ માલાવલ્લી કોરોના વાઈરસના પોઝિટિવ કેસો દિવસેને દિવસે વધતા હોવાથી અધિકારીએ તેમના લગ્ન મુલતવી રાખવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને સાંસદ સુમલાથા અંબરીશે બિરદાવતા અધિકારીની ફરજ પ્રત્યેની ભાવનાની પ્રશંસા કરી છે.
