ETV Bharat / bharat

વાસ્તવિક અંકુશ રેખાનો પ્રશ્ન ઉકેલવા રાજદ્વારી સંપર્કો જરૂરી, સૈન્ય માર્ગ નહીંઃ જનરલ હૂડા

author img

By

Published : May 29, 2020, 11:54 PM IST

લદ્દાખમાં ડેમચોક, ગાલવાન અને પેંગોંગ અને ઉત્તર સિક્કિમમાં નકુ લામાં ભારતીય સેના અને ચીની પીએલએ વચ્ચે મડાગાંઠ ટૂંક સમયમાં ઉકેલાય તેવી શક્યતા નથી તેમ ભારતીય સેનાના નૉર્ધન કમાન્ડના પૂર્વ વડાનું કહેવું છે. વરિષ્ઠ પત્રકાર સ્મિતા શર્મા સાથે ખાસ વાતચીતમાં લેફ્ટ. જન. (નિવૃત્ત) ડી. એસ. હૂડા કહે છે કે આ વખતે વાસ્તવિક અંકુશ રેખા (એલએસી) પર ચીનનાં પગલાં ભૂતકાળની જેમ છૂટાછવાયાં નથી અને સ્થાનિક ઘટનાઓ પણ નથી પરંતુ બૈજિંગમાં ઉચ્ચ સ્તરે સંકલિત અને પૂર્વ આયોજિત છે

LAC standoff aggressive push back by China in message to US and World: Gen Hooda
વાસ્તવિક અંકુશ રેખાનો પ્રશ્ન ઉકેલવા રાજદ્વારી સંપર્કો જરૂરી, સૈન્ય માર્ગ નહીં- જન. હૂડા

'ચીને અમેરિકા અને વિશ્વને સંદેશ આપવા વાસ્તવિક અંકુશ રેખાએ મડાગાંઠને આક્રમક રીતે આગળ વધારી'

નવી દિલ્હીઃ લદ્દાખમાં ડેમચોક, ગાલવાન અને પેંગોંગ અને ઉત્તર સિક્કિમમાં નકુ લામાં ભારતીય સેના અને ચીની પીએલએ વચ્ચે મડાગાંઠ ટૂંક સમયમાં ઉકેલાય તેવી શક્યતા નથી તેમ ભારતીય સેનાના નૉર્ધન કમાન્ડના પૂર્વ વડાનું કહેવું છે. વરિષ્ઠ પત્રકાર સ્મિતા શર્મા સાથે ખાસ વાતચીતમાં લેફ્ટ. જન. (નિવૃત્ત) ડી. એસ. હૂડા કહે છે કે આ વખતે વાસ્તવિક અંકુશ રેખા (એલએસી) પર ચીનનાં પગલાં ભૂતકાળની જેમ છૂટાછવાયાં નથી અને સ્થાનિક ઘટનાઓ પણ નથી પરંતુ બૈજિંગમાં ઉચ્ચ સ્તરે સંકલિત અને પૂર્વ આયોજિત છે. ઉડીના ત્રાસવાદી હુમલાના પગલે ભારતની સર્જિકલ સ્ટ્રાઇકનું નેતૃત્વ કરનાર સેનાના ટોચના પૂર્વ અધિકારી કહે છે કે કોરોના વાઇરસના ઉદ્ભવ પર અમેરિકા અને યુરોપ દ્વારા દબાણ, હોંગ કોંગ અને તાઇવાનમાં જે ઘટનાઓ બની રહી છે તેના કારણે ચીનના સામ્યવાદી પક્ષની રાજકીય ઔચિત્ય પર પ્રશ્નો થવા લાગતાં તે આ રીતે ભારત સામે વાસ્તવિક અંકુશ રેખા પર આક્રમક ઘૂસણખોરી કરાવી રહ્યું છે. ચીન વિશ્વને સંદેશો આપી રહ્યું છે કે તે નબળું પડ્યું નથી. જનરલ હૂડા એ વાતને રેખાંકિત કરે છે કે ખીણમાં ત્રાસવાદી પ્રવૃત્તિમાં વધારો અને અંકુશ રેખા પર તોપમારો વાસ્તવિક અંકુશ રેખા પર જે પરિસ્થિતિ છે તેનાથી વિખૂટી નથી, પરંતુ ભારતીય સેના અનેક સીમા મોરચાઓ પર પડકારોને પહોંચી વળવા તૈયાર છે. તેમણે પ્રમુખ ટ્રમ્પના વિવાદાસ્પદ ટ્વીટને ફગાવતા કહ્યું કે ભારત અને ચીન ત્રીજા કોઈ પણ પક્ષની મધ્યસ્થી વગર દ્વિપક્ષીય રીતે જ તેમના પ્રશ્નો ઉકેલશે. અહીં વિશેષ વાતચીત પ્રસ્તુત છે.

પ્ર- ચુમારથી લઈને ડોકલામમાં ભૂતકાળમાં જે મડાગાંઠ થઈ હતી તેના કરતાં આ વખતની મડાગાંઠ જુદી કઈ રીતે છે? આ અતિક્રમણ, અથડામણ, અને બથંબથીના સમયને તમે કઈ રીતે જુઓ છો?

જ- તે ભૂતકાળ કરતાં જુદી છે.મને તો તે ઘણી નોંધપાત્ર રીતે અલગ લાગે છે. જો તમે ચુમાર, ડોકલામ જેવી ભૂતકાળની મડાગાંઠ જુઓ, વર્ષ ૨૦૧૩ની ડેપ્સાંગમાં થઈ હતી તે પણ જુઓ, તો તે સ્થાનિક બનાવો હતા અને કેટલીક રીતે તે સ્થાનિક પગલાને લીધે થઈ હતી. ડોકલામમાં ચીની લોકો રસ્તો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, આપણા લોકો (ભારતીય સેના) આગળ આવી અને ભૂતાની પ્રદેશમાં ગઈ અને ચીનને રસ્તો ન બનાવવા વિનંતી કરી. આ જ બાબત ચુમારમાં થઈ હતી. તેઓ રસ્તો બનાવવા માગતા હતા, તેઓ અંદર આવ્યા અને આપણા લોકોએ તેમને અટકાવ્યા. તે આ વિસ્તાર-ડોકલામ પૂરતી સીમિત રહી.તેનાથી આગળ ન વધી. આપણે સંપૂર્ણ સ્પષ્ટ હતા કે બંને પક્ષે શું માગણીઓ હતી.

આ વખતે સંપૂર્ણ અલગ બાબત છે. પહેલાં તો, તે અનેક વર્ષોમાં ભૌગોલિક રીતે ફેલાયેલી છે. આ પૈકી અનેક વિસ્તારોમાં સીમાંકન અંગે કોઈ વિવાદ નથી. દા.ત ગાલ્વાન બાબતે આપણે ક્યારેય સમસ્યા નથી. ત્યાં સેનાના જેટલા દળો લાગેલા છે તે ઘણા વધારે છે. ચીન કદાચ એમ કહેવા માગે છે કે આંતરમાળખાના નિર્માણ વગેરેને કારણે આ મડાગાંઠ થઈ છે પરંતુ આ સ્થાનિક બનાવના કારણે નથી. આનું આયોજન ઉચ્ચ સ્તરે રોજ થાય છે. તેઓ સંકલિત ઢબે આવ્યા છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેમની માગણી શું છે, તેઓ શું ઈચ્છે છે. અહીં સ્પષ્ટતા નથી. આથી, આ સ્થિતિને આપણે ઘણી ગંભીરતાથી લેવાની જરૂર છે.

પ્ર- ચીને કહ્યું કે 'સીમા પર સ્થિતિ એકદંરે સ્થિર અને અંકુશ થઈ શકે તેવી છે.' પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે પણ ટ્વીટ કર્યું કે તેમણે 'ભારત અને ચીનને જણાવ્યું છે' કે તેઓ જેને પ્રચંડ વિવાદ ગણાવે છે તેમાં તેઓ મધ્યસ્થી કરવા ઈચ્છુક છે. શું અમેરિકા અને યુરોપ કોરોના વાઇરસના ઉદ્ભવ અંગે ચીનને ખૂણામાં ધકેલવા પ્રયાસ કરી રહ્યા છે અને હોંગકોંગમાં જે વિરોધો થઈ રહ્યા છે અને તાઇવાનમાં જે ભૂરાજકીય ઘટનાક્રમો થઈ રહ્યા છે તેની સાથે સીમા પર આ બનાવોને જોડવામાં આવે છે?

જ-જે કંઈ થઈ રહ્યું છે તેની સાથે ભૂરાજકીય કડી જોડાયેલી છે. ચીન અત્યંત દબાણ હેઠળ છે. ટૅક્નૉલૉજી અને વેપારના વિસ્તારોમાં અમેરિકા અને ચીન વચ્ચે રીતસર શીત યુદ્ધ ચાલી રહ્યું છે. આના કારણે ચીન તરફથી આક્રમક વર્તણૂક થઈ રહી છે. તમે દક્ષિણ ચીન સમુદ્રમાં આ જોઈ શકો છો, તમે હોંગકોંગમાં જે નવા કાયદાઓ પસાર કરાઈ રહ્યા છે તે જોઈ શકો છો, તમે તાઈવાન સામે રાષ્ટ્રવાદી લાગણી જીવિત થઈ શકેલી જોઈ શકો છો, તમે ઑસ્ટ્રેલિયા પર (ચીનનું) દબાણ જોઈ શકો છો. તે બધું ચીન સાથે જોડાયેલું છે જે એવો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે કે 'એવું ન વિચારતા કે કોરોના વાઇરસના કારણે અમે નબળા પડી ગયા છીએ.' ચીની રજદ્વારી દ્વારા અપાયેલા નિવેદનને આપણે હકારાત્મક પગલા તરીકે લઈ શકીએ છીએ. પરંતુ જ્યાં સુધી મેદાન પરની સ્થિતિ ન બદલાય ત્યાં સુધી આ પ્રકારના નિવેદનોને નગણ્ય જ ગણી શકાય. જ્યાં સુધી ડૉનાલ્ડ ટ્રમ્પનો પ્રશ્ન છે, મને ખાતરી નથી કે તેમને કોઈ હવે ગંભીર રીતે લેતું હોય. આ પ્રશ્નમાં કોઈ ત્રીજા પક્ષના હસ્તક્ષેપની જરૂર નથી. તે ભારત અને ચીન તેમની રીતે જ ઉકેલશે.

પ્ર- ભારતે ભૂતકાળમાં બીઆરઆઈનો વિરોધ કર્યો છે. તે અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને જાપાન સાથે ચતુષ્કોણીય સુરક્ષા સંવાદનો ભાગ છે. અને તે ભારત-પ્રશાંત પર અમેરિકી લોકો સાથે જોડાઈ રહ્યું છે. ચીનના મગજમાં આ બધી બાબતો રમતી હશે?

જ-આ બધી બાબતો રમતી જ હશે. ગ્લૉબલ ટાઇમ્સમાં એક ટીપ્પણી હતી કે ભારતે અમેરિકાની છાવણીમાં ખેંચાઈ ન જવું જોઈએ અને ચીન વિરોધી વલણ ન લેવું જોઈએ. તેમના માટે આ ચિંતાનો વિષય છે. હિન્દ મહાસાગરમાં ભારત પાસે ઘણું મજબૂત નૌકા દળ છે. અને જો તેમને લાગતું હોય કે ભારત અને અમેરિકા અથવા ચતુષ્કોણીય એક સાથે આવે છે તો હિન્દ મહાસાગરમાં ચીન માટે ભેદ્યતા છે. તેમનો ૮૦ ટકા વેપાર હિન્દ મહાસાગરમાંથી થઈને થાય છે. તેઓ વાસ્તવિક અંકુશ રેખા પર આ આક્રમક અને લડાયક વર્તન દ્વારા ચોક્કસ એવો સંદેશો આપવા માગે છે કે અને ભારત પર દબાણ લાવવા માગે છે.

પ્ર- આંતરમાળખા વિકાસ અને સંસાધન મૂકવા અંગે ભારત આજે અંકુશ રેખા પર કેટલું મજબૂત છે?

જ- ચીન તેની તરફ આંતરમાળખાકીય રીતે ઉપર હાથ ધરાવે છે અને તે બધાએ સ્વીકારવું જોઈએ પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતીય બાજુએ ઝડપી વિકાસ પણ જોવા મળ્યો છે. રસ્તાઓ, સેતુઓ બનાવાઈ રહ્યા છે. આપણું પરિવહન આંતરમાળખું પણ બની રહ્યું છે. ભારત વાસ્તવિક અંકુશ રેખાએ પ્રમાણમાં ઘણી મજબૂત સ્થિતિમાં છે. જો તમે ભૂતકાળની મડાગાંઠ જોશો જેમાં ચીને ભારત પર સૈન્ય સ્થિતિ લાગુ કરવા પ્રયાસ કર્યો હતો, તો, તેમાં શું ચીનને સફળતા મળી? ૧૯૬૭માં નથુ લાથી લઈને તાજેતરના બનાવો જુઓ તો દબાણ લાગુ કરવામાં તેમને કોઈ મોટી સફળતા મળી નથી. તો શું તેઓ આ વખતે તેમની યુક્તિઓ બદલશે, તેઓ વધુ આક્રમક વલણ અપનાવશે, તે આ પરિસ્થિતિને વધુ જોખમી બનાવશે.

પ્ર- જ્યારે ચીન વિશ્વ મંચ પર અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે તે વાસ્તવિક અંકુશ રેખાએ અનેક મોરચાઓ ખોલવાનું પસંદ કરશે? ભારત સંદેશો આપનાર શા માટે બનવાનું પસંદ કરશે?

જ- ચીન મજબૂત શક્તિ છે. જ્યારે તમારી પીઠ દીવાલને અડેલી હોય કે અતિશય દબાણ હોય તેવા સમયે તમે શાંત પડીને મહા સત્તા તરીકે તમારી પ્રતિષ્ઠા ગુમાવશો કે તમે પાછળ ધકેલાશો? આપણે ચીનનું આપણને પાછા ધકેલવાનું આક્રમક વલણ જોઈ રહ્યા છીએ. વાસ્તવિક અંકુશ રેખાએ જે થઈ રહ્યું છે તે આ છે. ભારત અને ચીન બે શક્તિશાળી પડોશી છે. ભૂરાજકીય વાસ્તવિકતા એ છે કે બે શક્તિશાળી પડોશીઓ ભાગ્યે જ શાંતિથી રહી શકતા હોય છે. તો ભારત અને ચીન વચ્ચે કેટલીક વ્યૂહાત્મક દુશ્મની થવાની જ છે અને આપણે તેની સાથે જીવવું જ પડશે.

પ્ર- કાશ્મીરમાં ત્રાસવાદી કમાન્ડરો મરાયા છે, આજે પુલવામામાં સેનાએ એક કાર બૉમ્બ વિસ્ફોટને નિષ્ફળ બનાવ્યો છે. શું અંકુશ રેખાએ જે ઘટનાઓ બની રહી છે તે અને વાસ્તવિક અંકુશ રેખાએ જે ઘટનાઓ બની રહી છે તે ચીન-પાકિસ્તાનની મિત્રતાના કારણે બની રહી છે કે પછી આ બંને અલગ-અલગ બાબતો છે?

જ- આપણે તેમને હંમેશાં જોડવી જોઈએ. આપણે જાણીએ છીએ કે ચીન અને પાકિસ્તાન વચ્ચે નિકટની કડીઓ છે. આપણે જાણીએ જ છીએ કે ચીન પાકિસ્તાનને પ્રતિનિધિ તરીકે વાપરી રહ્યું છે જેથી આપણું ધ્યાન પશ્ચિમી સીમાએ રહે, જેથી આપણે ચીન માટે મોટો પડકાર બની ન શકીએ. આથી આપણે હંમેશાં આપણાં પગલાં સંકલિત અને સર્વગ્રાહી રૂપે વિચારવાં જોઈએ. માત્ર ચીન નહીં, પાકિસ્તાન પણ આપણું ધ્યાન ઉત્તર સરહદે રાખવા માટે પ્રયાસ કરશે અને તેનો લાભ ઉઠાવશે અને તે માટે કાશ્મીરમાં મુશ્કેલીઓ સર્જવા પ્રયાસ કરશે. આપણે બંને મોરચે કાળજીપૂર્વક જોવું જોઈએ.

પ્ર-અંકુશ રેખા અને વાસ્તવિક અંકુશ રેખાએ પરિસ્થિતિ ઉકળતા ચરુ જેવી છે ત્યારે ભારતીય સેના માટે આ પરિસ્થિતિ સંભાળવી કેટલી મુશ્કેલ છે?

જ-ક્ષમતાની રીતે, લદ્દાખ અને કાશ્મીરમાં બનાવોને સંભાળવાની ક્ષમતા સીધી રીતે જોડાયેલી નથી. આથી જો કોઈ પરિસ્થિતિ ગરમ કરે તો આપણે બીજા વિસ્તારોમાંથી આપણા દળો ખેંચી ન લેવા જોઈએ. લદ્દાખ તેમજ જમ્મુ-કાશ્મીરમાં પૂરતાં સંસાધનો પ્રાપ્ય છે જે આ વિસ્તારોમાં કોઈ પણ કટોકટી ઊભી થાય તો તેને સંભાળવા માટે સક્ષમ છે. એક પરિસ્થિતિ બીજા પરથી ધ્યાન નહીં હટાવી શકે. આપણે જ્યારે લદ્દાખમાં વાસ્તવિક અંકુશ રેખાએ પરિસ્થિતિ સંભાળવાનું ચાલી રાખીએ ત્યારે અંકુશ રેખાએ નિયંત્રણ માટે આપણી સંચાલનની તૈયારીને મંદ ન કરવી જોઈએ કે કાશ્મીર ખીણમાં ચાલી રહેલી ત્રાસવાદ વિરોધી કામગીરીને મંદ ન કરવી જોઈએ.

પ્ર- ભારત અને ચીન વચ્ચે પ્રવર્તમાન વ્યવસ્થાઓ અને સીમા શિષ્ટાચાર છે જેના લીધે સીમા પર શાંતિ અને સ્થિરતા જળવાઈ શકે. શું ચાલુ રહેલાં અતિક્રમણો એવું બતાવે છે કે તે હવે ઉપયોગી નથી રહ્યાં?

-પૂરી રીતે નહીં. આ શિષ્ટાચારોએ મદદ કરી છે. વાસ્તવિક અંકુશ રેખાએ એક પણ ગોળી છોડાઈ નથી એ હકીકત છે. પ્રવર્તમાન શિષ્ટાચારો અને વ્યવસ્થાઓનો પ્રચાર છે અને આથી શાંતિ જળવાઈ છે. આપણે દર વર્ષે માત્ર લદ્દાખમાં જ ૫૦૦ અતિક્રમણો જોઈએ છીએ. તેમાંના બધા આ નથી બનતા. પરંતુ આપણે આપણા શિષ્ટાચારની સતત સમીક્ષા કરવી જોઈએ. આ કિસ્સાઓમાં તેમાંના કેટલાક સફળ નથી થયા. દા.ત. જ્યારે ચોકી કરતી ટુકડીઓ સામસામે આવે ત્યારે શિષ્ટાચાર સ્પષ્ટ રીતે છુટા પડવાનું કહે છે. હિંસા ન થવી જોઈએ. લોકોએ પાછા જવું જોઈએ. આ પ્રકારના શિષ્ટાચારોનું દુર્ભાગ્યે ચીન દ્વારા નિયમિત રીતે ઉલ્લંઘન થતું રહેશે. આથી આપણી સીમા સહકાર સમજૂતીના કેટલાક વિસ્તારોનું પુનર્વલોકન કરવાની જરૂર છે.

પ્ર- શું તમે આ મડાગાંઠને લાંબી ચાલનારી પરિસ્થિતિ તરીકે જુઓ છો કે તમે તેને તણાવ ઘટાડતી સ્થિતિ તરીકે જુઓ છો? તમારા મતે આગળ શું થશે?

જ- કૂટનીતિ કેન્દ્રીય મંચ પર આવશે. જમીન સ્તર પર કમાન્ડરોના સૈન્યથી સૈન્ય સંપર્કથી આ ખાસ સ્થિતિનો ઉકેલ લાવવાનો પ્રયાસ સફળ ન પણ થાય. જ્યારે બંને પક્ષે સૈનિકોનાં બે જૂથો વચ્ચે ક્ષેત્રીય વિવાદ હોય ત્યારે તેઓ એક ઈંચ પણ જમીન આપવા તૈયાર નહીં થાય. જમીન પર સ્થિતિની ગાંઠ ઉકેલાવાની નથી. આથી સૈન્યથી સૈન્યનો સંપર્ક આ કિસ્સામાં મદદ કરવાનો નથી. તે કૂટનીતિ જ હશે. ભૂતકાળમાં જે સમજૂતીઓ હતી તેના દ્વારા આ મડાગાંઠ ઉકેલવાનો પ્રયત્ન કરો. શું તે જલદી ઉકેલાઈ જશે? મારું પોતાનું અંગત આકલન છે કે તેમ થવાનું નથી. તે હજુ થોડો સમય ચાલતી રહેશે. આપણને ખબર નથી કે ચીની લોકોને શું જોઈએ છે. તેમની માગણીઓ આપણને સ્વીકાર્ય છે કે નહીં. ઘણા પ્રશ્નો નિરુત્તર છે. ચીને જે પગલાં લીધાં છે તે જોતાં જો તેઓ તાત્કાલિક પીછેહટ નહીં કરે તો લોકો પૂછશે કે તેનો આશય શું હતો. તો હું માનું છું કે કૂટનીતિ સ્તરે કેટલીક કઠોર વાટાઘાટો આવશ્યક છે. તેનાથી જ માર્ગ નીકળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.