કુમારસ્વામીએ મૈસૂરમાં કહ્યું હતું કે, હું નથી જાણતો પણ સંભવત છે કે, ISROમાં PMના પગલાં ઇસરોના વૈજ્ઞાનિકોં માટે અશુભ થયા છે. કુમારસ્વામીએ જણાવ્યું કે, મોદી 6 સપ્ટેમ્બરના રોજ દેશના લોકોને આ સંદેશ આપવા માટે બેંગલૂરૂ પહોંચ્યા હતા કે, ચંદ્રયાનની સફળતા પાછળ તેમનો હાથ છે, જ્યારે આ યોજના 2008-2009 દરમિયાન તે સમયની સરકાર અને વૈજ્ઞાનિકોનું પરિણામ છે. કુમારસ્વામી વધુમાં ઉમેર્યું કે, વૈજ્ઞાનિકોએ 10થી 12 વર્ષ આકરી મહેનત કરી હતી, ચંદ્રયાન-2 માટે કેબિનેટે 2008-09માં મંજૂરી મળી ગઇ હતી અને આ વર્ષ ફંડ આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, મોદી પ્રચાર મેળવવા માટે આવ્યા હતાં, જાણે ચંદ્રયાન-2 તેમના જ કારણે થયું હોય.
ઉલ્લેખનીય છે કે, ચંદ્રયાન-2 મિશને 7 સેપ્ટેમ્બરના રોજ તે સમય ઝટકો લાગ્યો જ્યારે વિક્રમ લેન્ડરનો પૃથ્વી સાથેનો સંપર્ક તૂટી ગયો. કુમારસ્વામીએ કર્ણાટકના મુખ્યપ્રધાન બી.એસ.યેદિયુરપ્પાને તમામ બાબતમાં કેન્દ્ર સામે લાચાર થઇને કહ્યું કે, રાજ્ય તથા કેન્દ્ર સરકારમાં કોઇમાં પણ વડાપ્રધાન સાથે સંપર્ક કરવાનો સાહસ નથી. વધુમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, તેનું એક ઉદાહરણ છે, જ્યારે વડા પ્રધાનએ ઇસરોના કેન્દ્રમાં છ અને સાત તારીખના રોજ રાત્રે હાજર મુખ્યપ્રધાન અને બીજા કેન્દ્રીંય પ્રધાનોને ત્યાંથી જવાનો ઇશારો કર્યો હતો.
કુમારસ્વામીએ કહ્યું કે, મુખ્યપ્રધાન યેદિયુરપ્પા તથા નાયબ મુખ્યપ્રધાન ISRO ગયા હતા. તેમની સાથે બે થી ત્રણ કેન્દ્રીય પ્રધાન પણ હતા. તેમણે કહ્યું કે, મોદીએ તેમને ત્યાંથી જવા માટે ઇશારો કર્યો અને કહ્યું કે, તમારે અહિંયા રહેવાની જરૂર નથી, અને તે લોકો ત્યાંથી ચાલ્યા ગયા.