શું છે આ વિવાદ?
AAPના વિદ્રોહી નેતા અને દિલ્હીના જાણીતા કવિ કુમાર વિશ્વાસે પોતાના અધિકૃત ટ્વિટર અકાઉન્ટ પર લખ્યું કે, ‘કહેવી છે એક વાત મારે, આ દેશના જવાનોને, સંભાળીને રહેજો તમારા ઘરમાં, છુપાયેલા દેશદ્રોહીથી..!’ આવું કહી કુમારે પરોક્ષ રીતે દિલ્હીના CM અરવિંદ કેજલીવાલ પર પ્રહાર કર્યો હતો.
દિલ્હીની વિધાનસભાના બજેટ સત્રના છેલ્લા દિવસે કેજરીવાલે પોતાને સંબોધન દરમિયાન કહ્યું હતું કે, 300 સીટ જીતવા માટે બીજેપી હવે કેટલા મૃતદેહ ગણશે. તેમણે આ વાક્ય PM મોદીના ‘મેરા બૂથ સબસે મજબૂત’ કાર્યક્રમના સંદર્ભમાં કહ્યું હતું.
કેજરીવાલના આ નિવેદનને પાકિસ્તાની મીડિયાએ એક પ્રોપેગેન્ડાની રીતે ખુબ ચલાવ્યું હતું. ભારત પર આરોપ લગાવ્યાં કે, બાલાકોટમાં તેમની કાર્યવાહી માત્ર ચૂંટણી સ્ટંટ છે. આ નિવેદનને લઈને કવિ કુમાર વિશ્વાસે કેજરીવાલ પર પ્રહાર કર્યો છે.