નવી દિલ્હીઃ નોઇડાના સેક્ટર-33 ઇસ્કોન ટેમ્પલમાં આરતી બાદ ભજન કરવામાં આવ્યા હતાં. ઇસ્કોન ટેમ્પલમાં ભજન સમયે પૂજારી નાચી ઉઠ્યા હતા અને ભગવાન શ્રીકૃષ્મની ભક્તિમાં લીન થયા હતા. કોરોનાને લીધે આ વખતે ભક્તો મંદિરમાં જઇ શક્યા નહોતા, પૂજા-અર્ચના સહિત આરતી અન્ય સેલિબ્રિશનનો લુત્ફ સોશિયલ મીડિયા દ્વારા ઉઠાવી શકે છે. મંદિરના સ્વામીએ જણાવ્યું કે, મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા કડી છે, વીડિયો કોલિંગ દ્વારા ભક્તો શ્રી કૃષ્ણ આરતી અને દર્શન કરી શકે છે. આ મંદિર પ્રબંધનનું કહેવું છે કે, કોવિડ સંક્રમણને લીધે લોકો ઘરે સ્વસ્થ અને ખુશ રહે. શ્રી કૃષ્ણ જનમાષ્ટમાનો આનંદ ઘરે બેસીને સોશિયલ સાઇટ દ્વારા લે.
આ છે કાર્યક્રમ
મંદિર સ્વામી બંસી દાસે જાણકારી આપતા કહ્યું કે, ઇસ્કોન મંદિરમાં શ્રી કૃષ્ણ જનમાષ્ટ્મી મોટા હર્ષોલ્લાસથી ઉજવવામાં આવી રહી છે. જો કે, કોરોના સંક્રમણને ધ્યાને રાખીને શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ આપવાની મનાઇ છે. સવારે 5 કલાકે ગંગા આરતી કરવામાં આવી, મંદિરમાં કોઇ પ્રવેશ કરી ન શકે તે માટે ભારે માત્રામાં પોલીસ પણ તૈનાત છે. ઇસ્કોન મંદિર પ્રબંધને અપીલ કરતા કહ્યું કે, લોકો ઘરે રહે અને સ્વસ્થ રહે. ઘરે બેસીને જ શ્રી કૃષ્ણ જન્મોત્સવનું લાઇવ પ્રસારણ સોશિયલ મીડિયા દ્વારા જોઇ શકે છે. સવારે 10 કલાકથી રાત્રે 12 કલાક સુધી કીર્તન હશે. કળશ અને શંખથી શ્રી કૃષ્ણનો અભિષેક થશે. 1 હજાર લોકો ઝૂમ વીડિયો કોલના માધ્યમથી જોડાઇને શ્રી કૃષ્ણની આરતી કરશે.
ઓનલાઇન કરો દર્શન
સેક્ટર-33 ઇસ્કોન મંદિર પ્રબંધને બધા ભક્તોને અપીલ કરી છે કે, ઘરે રહીને જ શ્રી કૃષ્ણ જનમોત્સવની ઉજવણી કરો. સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને મંદિર પ્રવેશની અનુમતિ આપવામાં આવી નથી. આ મંદિરનું પ્રસારણ ફેસબુક અને યૂટ્યુબ ચેનલ પર પ્રસારિત થશે.