કોટા : અધિક પોલીસ અધિક્ષક હેડ ક્વાર્ટર રાજેશ મીલ અને કોટા પોલીસના કેટલાક જવાનોએ 1 વર્ષની બાળકીનો જન્મદિવસ અલગ રીતે ઉજવ્યો છે. પોલીસ કોરોના યોદ્ધા તરીકે મહત્વની ભૂમિકા ભજવી રહી છે. લોકોને લોકડાઉન ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી રહી છે. આ સાથે પોલીસ અનેક સામાજિક કાર્યો પણ સતત કરી રહી છે, જેમકે જરૂરિયાતમંદોને મદદ કરવામાં પોલીસ કર્મચારી પાછળ નથી હોતા. આ બધાની વચ્ચે કોટા સિટી પોલીસે ફરી એકવાર લોકોનું દિલ જીતવાનું કામ કર્યું છે.
અધિક પોલીસ અધિક્ષક હેડ કવાર્ટર રાજેશ મીલ અને કોટા પોલીસના કેટલાક જવાનોએ 1 વર્ષની બાળકીનો જન્મદિવસ અલગ રીતે ઉજવ્યો હતો. અધિક પોલીસ અધિક્ષક હેડ કવાર્ટર રાજેશ મીલ કોચિંગના વિદ્યાર્થીઓને તેમના વતન પાછા મોકલવાની જવાબદારી સાથે અન્ય ઘણા કાર્યો કરી રહ્યા છે.
આવી સ્થિતિમાં, તે વ્યસ્ત સમયમાંથી થોડો સમય કાઢીને આકાશવાણી કોલોનીમાં રહેતી 1 વર્ષની ધાનિકાના ઘરે બર્થડે વિશ કરવા પહોંચી ગયા હતા. એડિશનલ એસપી મીલના જણાવ્યા અનુસાર આ કોટા શહેર પોલીસ તરફથી કેક બાળકીના ઘરે પહોંચાડવામાં આવ્યું હતું. બાળકીના પરિવારજની ઇચ્છા હતી કે, તેઓ તેમની પુત્રીના પહેલા જન્મદિવસ પર એક મોટું ફંક્શન કરે, પરંતુ લોકડાઉનને કારણે આ શક્ય બન્યું નહીં.
બાળકના પિતા અરુણસિંઘને પોતાની પુત્રીનો જન્મદિવસ ઉજવણી ન કરી શકવાનું દુખ હતું. એક-બે દિવસ પહેલા ફોન પર વાતચીતમાં પણ તેનો ઉલ્લેખ કર્યો હતો. આવી સ્થિતિમાં પરિવારને શુભેચ્છા પાઠવવા માટે એક કેક મોકલવામાં આવી હતી.
બાળકના પિતા અરૂણસિંઘનું કહેવું છે કે, તેમની દીકરીનો જન્મદિવસ હતો અને પહેલા જન્મદિવસની ઉજવણી કરવા માટે ઘણી ઇચ્છા હતી, પરંતુ લોકડાઉનના કારણે આવું થઈ રહ્યું નહી. અમે કેકની વ્યવ્સથા પણ કરી શકતા ન હતા, જોકે કોટા પોલીસે આ કેક પોતે પહોંચાડી હતી, તેથી અમે ખુશ છીએ.