આ ચાર દ્વારનાં નામ આ પ્રમાણે છેઃ સિંહ દ્વાર, અશ્વ દ્વાર, વાઘ દ્વાર અને હાથી દ્વાર. જો આ મંદિર પૃથ્વી પરનું સ્વર્ગ ગણાતું હોય, તો તેનાં પ્રવેશદ્વારો એ સદગુણ, સંપત્તિ, મહેચ્છા અને મોક્ષ તરીકે ઓળખાય છે. કઇ વ્યક્તિ કયા દરવાજામાંથી પ્રવેશ કરશે, તે બાબતે ઘણાં ઐતિહાસિક તથ્યો અને સૈકાઓ જૂની માન્યતાઓ પ્રચલિત છે. આ અંગે ઇટીવી ભારત દ્વારા ખાસ રજૂઆત કરવામાં આવી છે.
સિંહ દ્વાર (લાયન્સ ગેટ): આ દ્વાર શ્રી જગન્નાથ મંદિરમાં પ્રવેશવા માટેનું મુખ્ય દ્વાર છે. વિશ્વમાં સદગુણોનો બોધ આપવા અને તેનો પ્રચાર-પ્રસાર કરવા માટે સિંહ એ સર્વોપરી ઇશ્વરનો વિશેષ અવતાર છે. તીર્થ ધામનું પૂર્વ તરફનું દ્વાર સિંહ દ્વાર તરીકે ઓળખાય છે, કારણ કે સૂર્ય પૂર્વ દિશાએથી ઊગે છે. સામાન્ય ભક્તો તથા શ્રદ્ધાળુઓ આ દ્વારમાંથી પ્રવેશે છે. મુખ્યત્વે આ દરવાજો ભક્તિના દ્વાર તરીકે ઓળખાય છે.
જગન્નાથ મંદિરના વરિષ્ઠ સેવક ડો. શરત મોહંતીએ જણાવ્યા પ્રમાણે – “સિંહ દ્વારમાં કાશી વિશ્વનાથની મૂર્તિ પાસે એક કાળો પથ્થર મૂકેલો છે. વાસ્તવમાં, એવી માન્યતા પ્રવર્તે છે કે, જે ભક્ત ગરૂડ સ્તંભને ભેટે છે, તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. તો, પૌરાણિક કથા પ્રમાણે, એક વખત યમરાજે ઇશ્વરને પૂછ્યું કે, જે કોઇ વ્યક્તિ ગરૂડ સ્તંભને ભેટશે, તેને સ્વર્ગ મળશે, તો પછી મારે નર્કમાં કોને લઇ જવા? ત્યારે બ્રહ્માંડના ભગવાને જવાબ આપ્યો કે, જે ભાવિક કાળા પથ્થરને ટાળશે, તેના તમામ ગુણો નાશ પામશે.”
દક્ષિણ દ્વાર (અશ્વ દ્વાર):
દક્ષિણ તરફનું પ્રવેશ દ્વાર વિજયના માર્ગ તરીકે ઓળખાય છે. આ દ્વારનું નામ અશ્વ દ્વાર છે. આ દ્વાર વિજયનું પ્રતીક છે. સમ્રાટો યુદ્ધમાં જીતવા માટે ભગવાનના આશીર્વાદ મેળવવા આ દ્વાર થકી મંદિરમાં પ્રવેશ કરતા હતા.
જગન્નાથ મંદિર અથવા તો શ્રી મંદિર તરીકે ઓળખાતું આ મંદિર મોક્ષ મેળવવા માટેનું મંદિર છે. મંદિરનાં ચાર પ્રવેશદ્વારો એક ઇચ્છા હાંસલ કરવા માટેનાં પ્રતિકો છે.