ભાજપા સાંસદ ઉમેશ જાધવે જણાવ્યું કે, " હું તેનું સ્વાગત કરીશ. જો એક દલિત વ્યક્તિને મુખ્યપ્રધાન બનાવવામાં આવે તો તેમાં તો મને સૌથી વધારે ખુશી મળશે.
જાધવે જ લોકસભા ચૂંટણીમાં ખડગેને ગુલબર્ગા બેઠક પરથી હરાવ્યાં હતાં.
તેનું નિવેદન સતાધારી ગઠબંધનના 16 નારાજ ધારાસભ્યોના રાજીનામા પછી રાજ્યમાં થયેલા રાજકીય ખળભળાટ વચ્ચે જ આવ્યું હતું. એવી અટકળો વહેતી થઇ છે કે બાગી ધારાસભ્યોમાં આ સંકટને ઉકેલવા માટે એચ.ડી. કુમારસ્વામી સિવાય કોઈ બીજાને મુખ્યપ્રધાન તરીકે જોવા ઈચ્છતા નથી.
કોંગ્રેસના દલિત નેતાઓનો એક વર્ગ એ વાત પર તાકાત અજમાવી રહ્યો છે કે, તેમના માંથી કોઈ એક મુખ્યપ્રધાન બને.
જાધવ પહેલાથી જ કોંગ્રસેમાં હતા અને પછી તે પાછળથી ભાજપામાં સામેલ થયા હતાં.