સિંગલ યુઝ પ્લાસ્ટિક પણ અહીં એકત્રિત કરી રોડ બનાવવામાં વપરાય છે. વળી, ડીઝલ બનાવવા માટેના ઘટક રૂપે ભારતીય પેટ્રોલિયમ સંસ્થાને મોકલવામાં આવે છે.
આ કોલોનીને પોતાના વિસ્તારને કચરા મુક્ત બનાવવા બદલ પુરસ્કારો પણ મળ્યા છે. તેમજ જૂની પલંગની ચાદરો અને કાપડની બેગ પણ બનાવે છે. તેઓએ આ થેલીઓ દુકાનદારો, શાકભાજી વેચનારાઓને આપે છે. ભારતના સ્વચ્છ અભિયાનમાં આ કોલોની દેશની અન્ય કોલોનીને પણ સ્વચ્છતા માટે ઉદાહપણ પુરૂ પાડે છે.