કેરળના પલક્કડ઼ જિલ્લામા અત્તાપૈડીની પાસે સર્ચ ઑપરેશન દરમિયાન એક મહિલા સહિત ત્રણ કથિત માઓવાદીઓને સોમવારે ઠાર કરાયા હતા. સર્ચ ટીમ પલક્કડ઼ના ગાઢ જંગલોમાં તપાસ કરી રહી હતી, ત્યારે માઓવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બોમ્બ ડિફેન્ડ સ્કવોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, જે વિસ્તારમાં માઓવાદીઓની હાજરી અંગે જાણ કરવામાં આવી હતી. ત્યારે વિશેષ ટીમે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.
પલક્કડના કોંગ્રેસના સાંસદ શ્રીકંદને જણાવ્યું હતું કે, 'જ્યારે સમગ્ર રાજ્ય વાલિયારમાં થયેલા બે બહેનોના મૃત્યું અંગે ચર્ચા કરી રહ્યું હતું, ત્યારે આ સ્થિતિમાં એવું જાણવા માંગીએ છીએ કે, મૃતકોએ શું ગુનો કર્યો છે? જેના કારણે પોલીસે તેમના પર ગોળી ચલાવવાની ફરજ પડી હતી. અમને પણ શંકા છે કે શું આ વાયનાડ જેમ જ એક શંકાસ્પદ કાવતરું છે?'
આ વર્ષે માર્ચમાં વાયનાડના એક રિસોર્ટમાં પોલીસની એન્કાઉન્ટરમાં કથિત માઓવાદી નેતા સી.પી. જલીલને ઠાર કરાયો હતો.