કોરળઃ રાજ્યના કાસરગોડ જિલ્લાના પૂડમકલ્લૂના મુળ નિવાસી ગોપાલને પોતાના પરિસરમાં વૃક્ષોની ડાળીઓ અને મુળો દ્વારા મૂર્તિઓ બનાવવી શરૂ કરી છે. આ વિસ્તારમાં ઉપલબ્ધ જેકફ્રૂટ, સાગ અને શીશમ જેવા વૃક્ષના મૂળ અને શાખાઓ ગોપાલનના હાથમાં પહોંચતાની સાથે જ સુંદર મૂર્તિમાં પરિવર્તીત થઇ જાય છે.
ગોપાલન પોતાની કલાકારી દ્વારા સખત મહેનત કરીને વૃક્ષમાંથી કાચબો, હાથી, માછલી વગેરે જેવા જીવો બનાવે છે.
ગોપાલ ખરાબ થયેલી ઘડીયાળનો ઉપયોગ લાકડામાંથી બનાવેલા દેવી-દેવતાને ફ્રેમ કરવામાં કરે છે. તે મોતિઓ સાથે ફ્રેમ થયેલી તસવીરોને સજાવવામાં પ્રખ્યાત છે.
જો કે, ગોપાલને અગાઉ આ કલાકારી ફ્રી સમયમાં મજા માણવા માટે શરૂ કરી હતી, પરંતુ હવે આ લત તેમનું નિયમિત કાર્ય બની ગઇ છે.