ન્યાયમૂર્તિ એન.વી રમણની અધ્યક્ષતાવાળી પીઠે રાજ્ય સરકારને કહ્યું કે, જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં તેમની સામે કાનૂન રજૂ કરવામાં આવે. જેમાં સબરીમાલા મંદિરે આવતા યાત્રિકોના કલ્યાણના પાસાઓને પણ સામેલ કરવા જોઈએ.
રાજ્ય સરકારના વકીલે કહ્યું કે, તેમના ત્રાવણકોર દેવસ્વઓમ બોર્ડને શાસિત કરનાર કાયદામાં સંશોધન તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં મંદિર અને તેમના પ્રશાસનના મુદા આવશે. તેંમણે કહ્યું કે,કાનુનના ડ્રાફટમાં મંદિરની સલાહકાર સમિતિમાં મહિલાઓના એક પ્રતિનિધિ હશે.
ન્યાયાલયમાં શીર્ષ અદાલતને સ્પ્ટેમ્બર 2018ના નિર્ણયને લઈ ચર્ચા શરુ થઈ છે. આ નિર્ણય અંતર્ગત સબરીમાલા મંદિરમાં બધા જ વર્ગની મહિલાઓ અને છોકરીઓને પ્રવેશને પરવાનગી આપવામાં આવી હતી. રાજ્ય સરકારે કહ્યું કે, હાલ તો આ મંદિરની સલાહકાર સમિતિમાં માત્ર એ મહિલાઓને પ્રતિનિધિત્વ આપવામાં આવશે. જેની ઉંમર 50 વર્ષથી વધુ છે.
જેના પર પીઠના એક સભ્યે ન્યાયાધીશને સંવિધાન પીઠના 28 સપ્ટેમ્બર,2018ના નિર્ણય પર કહ્યુ કે,સમગ્ર ઉંમરની મહિલાઓને પ્રવેશની મંજૂરી આપવાની સૂચનાઓ હજી અમલમાં છે.શીર્ષ અદાલતે 2011માં એક અરજી પર સુનાવણી કરી હતી. જેમાં સબરીમાલા મંદિરના પ્રશાસનનો મુદો ઉઠાવવામાં આવ્યો હતો.રાજ્ય સરકારે આ વર્ષ ઓગ્સ્ટમાં ન્યાયલયને કહ્યું કે, તે સબરીમાલા મંદિરના પ્રશાસન માટે અલગથી કાયદો બનાવવા પર વિચાર કરી રહી છે.
સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓના પ્રવેશના નિર્ણય પર પુર્નવિચાર માટેની એક અરજીમાં મુસ્લિમ અને પારસી સમુદાયની મહિલાઓ સાથે થનાર પક્ષપાત સંબધિત મુદા સાથે ગત સપ્તાહમાં તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી પાંચ સભ્યોની સંવિધાન પીઠે 3:2ની બહુમતી સાથે સાત સભ્યોની સંવિધાન પીઠને સોપ્યો છે.