ETV Bharat / bharat

દિલ્હીનો કેજરી'વ્હાલ': મફલરમેન 'અરવિંદ'એ CM પદના શપથ લીધા - aap

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે એટલે કે રવિવારે ત્રીજી વખત દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે. રામલીલા મેદાનમાં જનતાને મુખ્ય મહેમાન તરીકે બોલાવી છે. કેજરીવાલે દિલ્હીમાં ત્રીજીવાર CM તરીકે શપથ લીધા હતાં. અરવિંદ કેજરીવાલની સાથે જ મનીષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈને પણ શપથ લીધા હતાં. આ સમારોહ પહેલા જ AAP કાર્યકર્તાઓએ રામલીલા મેદાનમાં ધન્યવાદ દિલ્હીના બેનર લગાવ્યા હતા. શપથગ્રહણમાં દિલ્હીના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ETV BHARAT
કેજરીવાલ આજે ત્રીજી વખત લેશે મુખ્ય પ્રધાન પદના શપથ, 1 લાખ લોકોને આમંત્રણ
author img

By

Published : Feb 16, 2020, 8:07 AM IST

Updated : Feb 16, 2020, 12:40 PM IST

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે એટલે કે રવિવારે ત્રીજી વખત દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે. રામલીલા મેદાનમાં જનતાને મુખ્ય મહેમાન તરીકે બોલાવી છે. કેજરીવાલે દિલ્હીમાં ત્રીજીવાર CM તરીકે શપથ લીધા હતાં. અરવિંદ કેજરીવાલની સાથે જ મનીષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈને પણ શપથ લીધા હતાં. આ સમારોહ પહેલા જ AAP કાર્યકર્તાઓએ રામલીલા મેદાનમાં ધન્યવાદ દિલ્હીના બેનર લગાવ્યા હતા. શપથગ્રહણમાં દિલ્હીના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

જો કે, પાર્ટીએ વડાપ્રધાન મોદીને બાદ કરતા અન્ય કોઈ નેતાને આમંત્રણ આપ્યું નથી. AAPએ અલગ અલગ વિસ્તારમાં કામ કરનારા 50 લોકોને શપથગ્રહણ દરમિયાન કેજરીવાલ સાથે મંચ પર ભાગીદાર થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ લોકોને ‘દિલ્હીના નિર્માતા’ તરીકે સંબોધવામાં આવ્યાં છે. મનીષ સિસોદીયાએ કહ્યું કે, દિલ્હીના આ નિર્માતાઓએ છેલ્લા પાંચ વર્ષોમાં વિકાસમાં મહત્વની ભૂમિકા અદા કરી છે.

રામલીલી મેદાન અરવિંદ કેજરીવાલે શપથ ગ્રહણ કર્યા હતાં. મેદાનમાં અંદાજીત 45 હજાર ખુરશી રાખવામાં આવી હતી અને ઘણા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. ખુદ કેજરીવાલ ઑડિયો અને વીડિયોના માધ્યમથી દિલ્હીની જનતાને મોટા પ્રમાણમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું હતું.

રામલીલા મેદાનને સજાવવામાં આવ્યું

ચૂંટણીમાં પોતાના મત દ્વારા દિલ્હીની જનતાએ જણાવ્યું કે, તેમને આમ આદમી પાર્ટી પર જ વિશ્વાસ છે. 2013 અને 2015ની જેમ 2020માં પણ અરવિંદ કેજરીવાલ ત્રીજી વખત મુખ્ય પ્રધાન પદના શપથ લેવા જઇ રહ્યા છે. જેથી દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનને સજાવવામાં આવ્યું છે. મેદાનમાં 45 હજાર ખુરશી રાખવામાં આવી છે. તમામ ખુરશીઓ કોઈ VIP મહેમાન માટે નહીં, પરંતુ દિલ્હીની જનતા માટે રાખવામાં આવી છે.

જનતાને આપ્યું આમંત્રણ

દિલ્હી ચૂંટણી પરિણામથી કેજરીવાલ ગદગદ થયા છે. જેથી તેમણે નક્કી કર્યું કે, રામલીલા મેદાનમં થનારા શપથ ગ્રહણ સમારોહમાં જનતા જ મુખ્ય મહેમાન રહેશે. મેદાનમાં આ વખત કોઈ ટેન્ટ લગાવવામાં આવ્યાં નથી. જેથી શપથ ગ્રહણ સમારોહ સરળતાની નિહાળી શકાય. આ ઉપરાંત મેદાનમાં 12 મોટી LED સ્ક્રીન લગાવવામાં આવી છે. સમગ્ર મેદાનમાં સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવ્યાં છે.

નાના મફલરમેનને પણ આમંત્રણ

મુખ્ય પ્રધાનના શપથ ગ્રહણ સમારોહમાં PM મોદી, દિલ્હીના તમામ સાંસદ, નવા ચૂંટાયેલા તમામ 8 BJP ધારાસભ્યો અને પાલિકાના તમામ કાઉન્સિલરોને પણ આમંત્રણ અપાયું છે. આ ઉપરાંત AAPએ ચૂંટણી પરિણામના દિવસે પાર્ટી કાર્યાલમાં પોતાના પિતા સાથે કેજરીવાલના જૂના પહેરવેસમાં પહોંચેલા નાના મફલરમેનન અવ્યાન તોમરને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.

6 ધારાસભ્યો સાથે લેશે શપથ

કેજરીવાલ 16 ફેબ્રુઆરી બપોરે 12 વાગ્યે રામલીલા મેદાનમાં શપથ ગ્રહણ કરશે. અરવિંદ કેજરીવાલની સાથે તેમના 6 ધારાસભ્યો પણ પ્રધાન પદના શપથ લેશે. ઉલ્લેખનીય છે કે, રામલીલા મેદાનમાં અરવિંદ કેજરીવાલ સાથે મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, કૈલાશ ગેહલોત, ઈમરાન હુસૈન અને રાજેન્દ્ર ગૌતમ પ્રધાન પદના શપથ ગ્રહણ કરશે.

1 લાખ લોકો આવવાની આશા

AAPને આશા છે કે, રવિવારે રામલીલા મેદાનમાં થનારા શપથ ગ્રહણ સમારોહમાં 1 લાખ લોકો આવશે. ગોપાલ રાયે જણાવ્યું કે, સામાન્ય નાગરિક ગેટ નંબર4, 5, 6, 7, 8 અને 9 પરથી પ્રવેશ મેળવી શકશે.

Last Updated : Feb 16, 2020, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.