નવી દિલ્હી: આમ આદમી પાર્ટીની વિધાનસભા પક્ષની બેઠકમાં અરવિંદ કેજરીવાલ ધારાસભ્યના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. બેઠકમાં મનીષ સિસોદિયાએ અરવિંદ કેજરીવાલને મુખ્યપ્રધાન બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ચૂંટણી પ્રભારી સંજયસિંહ આ પ્રક્રિયાના પ્રભારી હતા. જે બાદ એકરાઇ સાથે ધારાસભ્યોએ કેજરીવાલને નેતા તરીકે પસંદ કર્યા હતા.
મનીષ સિસોદીયાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, દિલ્હીમાં પ્રથમ વખત કામથી રાજનીતિનું સન્માન મળ્યું છે. દિલ્હીએ નફરતની રાજનીતિને નકારી છે. તેમજ આમ આદમી પાર્ટીએ આ વખતે બમ્પર જીત મેળવી છે. આમ આદમી પાર્ટીના નેતા દિલ્હીની જનતાનું કામ પસંદ કર્યું છે. રાજનીતિનું વિકાસ મોડલ માત્ર કેજરીવાલની પાસે છે.
મનીષ સિસોદીયાએ કહ્યું કે, લોકોને સસ્તી વિજળી, પાણીની સુવિધા આપવી એ જ સાચી દેશ ભક્તિ છે. દિલ્હીના લોકોએ સંદેશ આપ્યો કે, અરવિંદ કેજરીવાલ અમારો પુત્ર છે. કેજરીવાલ 16 ફેબ્રુઆરીના રોજ રામલીલા મેદાનમાં શપથ ગ્રહણ કરશે. આ શપથ ગ્રહણ સમારોહ 10 કલાકેથી શરુ થશે.
આ પહેલા પણ તેમણે વર્ષ 2013માં કોંગ્રેસનાં સમર્થનથી સરકાર બનાવીને 49 દિવસ બાદ વર્ષ 2014માં રાજીનામું આપ્યું હતું.તે દિવસ વેલેન્ટાઇન ડે જ હતો. અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીના રોજ ત્રીજી વખત મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે.