ETV Bharat / bharat

દિલ્હીમાં દારૂ પર લગાવેલો કોરોના ટેક્સ ખત્મ કરવાનો કેજરીવાલ સરકારનો નિર્ણય - કેજરીવાલ સરકાર

દારૂના શોખીનો માટે રાહતના સમાચાર છે. કોરોના સંક્રમણ સમયગાળા દરમિયાન દારૂના વેચાણ પર દિલ્હી સરકારે જે 70 ટકા કોરોના ટેક્સ લગાવ્યો હતો તે રવિવારે પાછો ખેંચી લેવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં કોરોના સેસને નાબૂદ કરવામાં આવ્યો છે. દારૂ પર વેટના દરમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. પહેલાં દારૂ પર 20 ટકા ટેક્સ હતો, હવે તે વધીને 25 ટકા થશે.

દિલ્હીમાં દારૂ પર લગાવેલો કોરોના સેસ ખત્મ કરવાનો કેજરીવાલ સરકારનો નિર્ણય

author img

By

Published : Jun 7, 2020, 3:12 PM IST

નવી દિલ્હીઃ દિલ્હી સરકારે 10 જૂનથી આલ્કોહોલ પર 70 ટકાના દરે વિશેષ કોરોના ટેક્સ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. જેથી હવે આલ્કોહોલ સસ્તી થશે. દિલ્હી સરકારે લોકડાઉનના ત્રીજા તબક્કામાં દારૂના વેચાણની મંજૂરી આપી હતી.

લોકડાઉન દરમિયાન 40 દિવસ સુધી દિલ્હીમાં દારૂ વેચાયો ન હતો. દુકાનો બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ મે માસમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થયો ત્યારે દિલ્હી સરકારે દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપી હતી. તે પછી જે રીતે ત્યાં ખરીદદારોની ભીડ એકઠી થઈ, તેને કાબૂમાં રાખવી મુશ્કેલ બની ગઇ હતી. દારૂ પર કોરોના ટેક્સ 5 મેથી લગાવવામાં આવ્યો હતો.

લોકડાઉન 3.0ના બીજા દિવસે એટલે કે મેથી, દિલ્હી સરકારે ભીડ નિયંત્રણ માટે દારૂના ભાવમાં 70 ટકા વધારાના સાથે કોરોના ટેક્સ લગાવ્યો હતો. જેથી મોંઘા દારૂના કારણે ભીડ ઓછી થઇ જાય. જોકે ટેક્સના કારણે દારૂની દુકાનનો પર ભીડ થવાની બંધ થઇ ગઇ હતી.

સરકારે આ નિર્ણય સાચો સાબિત થયો. બે-ત્રણ દિવસ પછી દારૂની દુકાનો પર ભીડ ઓછી થઈ ગઇ. જોકે સામાન્ય દિવસોમાં સરકાર દારૂના વેચાણથી દર મહિને 500 કરોડ રૂપિયાની આવક મેળવે છે. તે મે મહિનામાં માત્ર 116 કરોડ જ મેળવી શકાઇ હતી. દારૂના વેચાણ નોંધપાત્ર ઘટાડો થયો હતો.

હવે દિલ્હીમાં મોંઘા દારૂના કારણે વેચાણ પર અસર પડી રહી છે. સામાન્ય દિવસોની તુલનામાં અડધા લોકો પણ દારૂની દુકાનો ખરીદી કરવા નથી આવી રહ્યા. જેના કારણે દિલ્હી સરકારે કોરોના ટેક્સ પાછો લેવાનો નિર્ણય લીધો છે.

દિલ્હીમાં ખાનગી દારૂની 500 દુકાન છે. એવી જ સરકારી દારૂની પણ 500 દુકાન છે. દિલ્હી સરકાર દર વર્ષે દારૂના વેચાણથી 5000 કરોડની આવક મેળવે છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.