કર્ણાટક પર આવી ગયો સુપ્રીમ નિર્ણય
કર્નાટક બાબતે સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ કહ્યું કે, સ્પીકરને સ્વતંત્રતા આપવામાં આવી છે કે તેઓ તેના નિયમો પ્રમાણે નિર્ણય લઈ શકે છે. પછી ભલે તે રાજીનામાં પર હોય કે અયોગ્યતા પર. આ પ્રમાણે ગુરુવારના રોજ થનાર ફલોર ટેસ્ટ થઈને રહેશે. સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે, બળવાખોર ધારાસભ્યોને વિધાનસભામાં જવાને લઈને કોઈ પ્રકારનું દબાણ નથી.
BS યેદીયુરપ્પા બોલ્યા, અમારી પાસે બહુમત
કર્ણાટક પર ચાલી રહેલા વિવાદ પર BJP નેતા BS યેદીયુરપ્પાએ કહ્યું કે, તેઓને સંપૂર્ણ વિશ્વાસ છે કે, તેઓ પાસે નંબર છે અને મુખ્યપ્રધાન રાજીનામું આપશે.
18 જુલાઈના રોજ થશે ફ્લોર ટેસ્ટ
ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ આ દરમિયાન સ્પીકર રમેશ કુમારને ફટકાર લગાવી અને સાથે સાથે ધારાસભ્યો પણ પ્રશ્નો ઊભા કર્યા. જો કે તે દરમિયાન તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ આ નિર્ણય કરશે કે સ્પીકરને શું નિર્ણય લેવો જોઈએ. જો કે, અદાલત આને સંબંધિત બંધારણીય બાબતમાં વાત કરી શકે છે. આજે કોર્ટનો નિર્ણય નક્કી કરશે કે, ગુરૂવારે ફ્લોર ટેસ્ટની જરૂર પડશે કે નહીં.
કર્ણાટકના રાજનીતિક સંકટ પર સુપ્રીમ કોર્ટમાં મંગળવારે થયેલી સુનાવણીમાં વિધાનસભા અધ્યક્ષ કે.આર.રમેશ કુમારે કહ્યું કે, હું બાગી ધારાસભ્યોની અયોગ્યતા અને તેના રાજીનામાને લઈને બુધવારના રોજ નિર્ણય કરીશ. એટલું જ નહી તેઓએ પૂર્વ આદેશમાં સંશોધન કરવાની માગ પણ કરી હતી. તો આજે સુપ્રીમ કોર્ટ આ બધા વિધાયકોની અરજી પર સુનાવણી કરશે. જણાવી દઈએ કે, પૂર્વના આદેશમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પીકરને સ્થાયી કરવાનો આદેશ આપ્યો હતો. તો બીજી તરફ ભાજપ દાવો કર્યો છે કે, સરકારના પતનની સ્થિતિમાં તેઓ 5 દિવસની અંદર નવી સરકારની રચના કરશે.
રોહતગી બોલ્યા, ધારાસભ્યો વિધાનસભામાં નથી જવા ઈચ્છતા
સુપ્રીમ કોર્ટની સુનાવણીની શરુઆતમાં વરિષ્ઠ સલાહકાર મુકુલ રોહતગીએ બાગી ધારાસભ્યોનો પક્ષ રાખતા કહ્યું કે, તેઓ રાજીનામું આપનાર ધારાસભ્યો વિધાનસભામાં નથી જવા ઈચ્છતા. સ્પીકર તરફથી તેમનું રાજીનામાના સ્વીકાર ન કરતા બળજબરી કરવામાં આવી રહી છે. રોહતગી એ કહ્યું કે, રાજીનામું આપનાર વિધાયકો પર દબાવ ન કરી શકાય. જો તે પદ છોડવા માગતા હોય તો તેમની આ વાતને સહયોગ આપવો જોઈએ. તેઓએ કહ્યું કે સ્પીકર ધારાસભ્યોની અરજીને કેટલાયે દિવસો સુધી મુલતવી રાખી શકે છે. કાનુન કહે છે કે, રાજીનામા પર જલ્દીથી નિર્ણય થવો જોઈએ.
કર્ણાટકના કુલ બાગી ધારાસભ્યોમાંથી 10એ પોતાના રાજીનામાંને લઈને 12 જુલાઈએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.કર્ણાટકના મુખ્ય પ્રધાન કુમારસ્વામીએ કહ્યું કે, મુંબઈ જઈ રહેલા કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય રોશન બેગની એસઆઈટીએ બેંગલુરુ એરપોર્ટ પર ધરપકડ કરી છે. બેગ પર IMA કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે.
કુમારસ્વામીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, એસઆઈટીએ કૌભાંડ મામલે બેગની પૂછપરછ કરી છે. તેમની સાથે ભાજપના નેતા યેદિયુરપ્પાના પીએ સંતોષ અને ભાજપના નેતા યોગેશ્વર પણ હાજર હતા. બેગ અને સંતોષ ચાર્ટડ પ્લેનથી મુંબઈ જઈ રહ્યા હતા. આ ખૂબ શરમજનક વાત છે કે ભાજપ કૌભાંડના આરોપી અને પૂર્વ મંત્રીને ભાગવામાં મદદ કરી રહ્યા છે. ભાજપ સીધી રીતે જ હોર્સ ટ્રેડિંગ સાથે જોડાયેલી છે.
કર્ણાટકના સ્પીકરના તરફથી અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, તમે રોક હટાવી દો, અમે કાલે રાજીનામા અને અયોગ્યતા પર નિર્ણય કરી લઈશું. તેમણે કહ્યું કે, સ્પીકર ઘણા અનુભવી વ્યક્તિ છે.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે, જો તમે રાજીનામા પર નિર્ણય લઈ શકતા હોય તો કરો.
CJIએ પૂછ્યું કે, તમે કયા પ્રકારનો આદેશ ઈચ્છો છો? રોહતગીએ કહ્યું કે, એ રીતનો જે તમે પહેલાં દિવસે પાસ કર્યો હતો, સ્પીકર સમયસર નિર્ણય લે. પછી સીજેઆઈએ કહ્યું- કોર્ટ સ્પીકરને ન કહી શકે કે ધારાસભ્યોના રાજીનામા અથવા તેમને અયોગ્ય ગણાવવાની કાર્યવાહી કેવી રીતે કરવામાં આવે. કોર્ટ આ પ્રક્રિયામાં વચ્ચે ન આવી શકે.