નવી દિલ્હીઃ કર્ણાટકના મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પાએ રવિવારે કહ્યું હતું કે, "કેબિનેટ વિસ્તરણ 6 ફેબ્રુઆરીએ થશે. જેમાં 13 ધારાસભ્યો પદના શપથ લેશે." આગળ વાત કરતાં કહ્યું હતું કે, "પ્રધાન મંડળ વિસ્તરણ 6 ફેબ્રુઆરીએ સવારે 10:30 વાગ્યે રાજભવનમાં શપથવિધિ સાથે થશે. જેમાં કોંગ્રેસ અને JD(S) સહિતના પક્ષોમાંથી ભાજપમાં જોડાયેલા 10 સહિત 13 ધારાસભ્યો શપથ લેશે."
નોંધનીય છે કે, 5 ડિસેમ્બર, 2019ના રોજ યોજીયેલી પેટા ચૂંટણીમાં ભાજપે મહત્તમ બેઠકો જીતી હતી. તેમજ કર્ણાટક વિધાનસભામાં બહુમતી મેળવી હતી.