જણાવી દઈએ કે, કારગિલ યુદ્ધમાં દેશ માટે બલિદાન આપનાર 526 વીર જવાનોમાંથી 75 જવાન ઉત્તરાખંડ રાજ્યના હતા.
આજથી 2 દશકાઓ પહેલા એટલે કે 1999માં કારગિલ સેક્ટરમાં યુદ્ધ લગભગ 3 મહિના ચાલ્યું હતું. જેમાં ભારતના 526 સૈનિક શહિદ થયા હતા. પાકિસ્તાની સૈનિકોને હાંકી કાઢવા માટે હાથ ધરાયેલું ઓપરેશન વિજય 26 જુલાઈના રોજ ભારતની જીત સાથે પૂર્ણ થયું હતું. જમીનથી લઈને આકાશ અને સમુદ્ર સુધી પાકિસ્તાનને ઘૂંટણીયે પછડાટ આપનાર ભારતીય સેનામાં ઉત્તરાખંડના 75 જવાનોએ શહાદત વહોરી હતી. ઓપરેશન વિજયમાં વીરગતિ પ્રાપ્ત કરેલા 75 જવાનો પર ઉત્તરાખંડ આજે પણ ગર્વ કરે છે.
જો કે, આજે પણ એ દિવસને યાદ કરતા ઉત્તરાખંડના લોકોની આંખોમાં આંસુ આવી જાય છે, જ્યારે કારગિલ યુદ્ધ પૂર્ણ થયાં બાદ સેનાના વિમાન દ્વારા 9 શહિદોના મૃતદેહને એકસાથે પહાડની ભૂમિ પર લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન જાણે કે સમગ્ર રાજ્ય પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો હતો.
આ જગ્યાઓથી કારગિલમાં શહીદ થયા હતા જવાન...
- પૌડીથી 3 જવાન
- પિથૌરાગઢથી 4 જવાન
- રુદ્રપ્રયાગથી 3 જવાન
- ટિહરીથી 11 જવાન
- ઉધમસિંહ નગરથી 2 જવાન
- ઉત્તકકાશીથી 1 જવાન
- દહેરાદૂનથી 14 જવાન
- અલ્મોડાથી 3 જવાન
- બાગેશ્વરથી 3 જવાન
- ચમોલીથી 7 જવાન
- લૈંસડાઉનથી 10 જવાન
- ચંપાવતથી 9 જવાન
- નૈનીતાલથી 5 જવાન
કારગિલ યુદ્ધમાં ગઢવાલ રાઈફલના 47 જવાન શહિદ થયા હતા. જેમાં 41 જાંબાઝ ઉત્તરાખંડના હતા તો કુમાઉં રેજીમેંટના 16 જવાનોએ કારગિલ યુદ્ધમાં પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. દેશના ઈતિહાસમાં ઉત્તરાખંડના પુત્રોનું બલિદાન સ્વર્ણિમ અક્ષરોમાં લખાયું છે. કારગિલ યુદ્ધ બાદ ઉત્તરાખંડના જવાનોને 15 સેના મેડલ, 2 મહાવીર ચક્ર, 9 વીર ચક્ર અને મેંશન ડિસ્પૈચમાં 11 મેડલ પ્રાપ્ત થયા છે. જણાવી દઈએ કે, આજે પણ દેશમાં સીમા પર ઉભા થતાં દર પાંચમાં જવાનનો સંબંધ ઉત્તરાખંડ સાથે છે. ઉત્તરાખંડના દર ત્રીજા ઘરનો એક દીકરો સેનામાં દેશની રક્ષા કરે છે.