દિલ્હી હાઈકોર્ટમાં પ્રેસ કોન્ફરન્સ પુર્ણ થયા બાદ NRC મુદા પર પુછાયેલા સવાલના જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં NRC લાગુ કરવામાં આવશે. તો સૌથી પહેલા મનોજ તિવારી દિલ્હી છોડશે. અસમની જેમ રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર NRC લાગુ થશે કે નહિ તે હજુ સ્પષ્ટ નથી. પરંતુ પક્ષ-વિપક્ષ દ્વારા વાર-પ્રહાર શરુ થઈ છે.
કપિલ મિશ્રાએ CM કેજરીવાલ વિરુદ્ગ ફરિયાદ દાખલ કરાવી કપિલ મિશ્રાએ CM કેજરીવાલ વિરુદ્ગ ફરિયાદ દાખલ કરાવી અરવિંદ કેજરીવાલે આ મુદ્દા પર ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી પર કટાક્ષ કરતાં કહ્યું કે, દિલ્હીમાં NRC લાગુ થવાથી સૌથી પહેલા મનોજ તિવારીને દિલ્હી છોડવું પડશે. આસમ બાદ મનોજ તિવારી એક નહિ પરંતુ કેટલીક રાજધાનીમાં NRC લાગુ કરવાની માંગણી કરી ચૂક્યા છે.. તે દિલ્હીના તમામ સાંસદો સાથે ગૃહપ્રધાન અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી. તેમનું કહેવુ છે કે રાજધાનીમાં ગેરકાયદેસર રહેતા લોકો વધુ છે.