ETV Bharat / bharat

યુપીની વિદ્યાર્થીનીએ મહિલાઓની સુરક્ષા માટે તૈયાર કર્યું 440 વૉલ્ટનું ડિવાઈસ - gujaratinews

ટીંકર ઇન્ડિયા અભિયાન સાથે જોડાયેલી પૂજા પટેલ અને શિવા પટેલે મહિલાની સુરક્ષા માટે એક ડિવાઈસ તૈયાર કર્યું છે અને તેનું નામ 'ઈમર્જન્સી શોકની ચેઇન ફોર વૂમન સેફ્ટી' છે.આ ડિવાઈસ 440 વોલ્ટ સુધીનો કરંટ આપવા માટે સક્ષમ છે.

Kanpur student
Kanpur student
author img

By

Published : Oct 12, 2020, 1:12 PM IST

ઉત્તરપ્રદેશ / કાનપુર : કાનપુરની એક વિદ્યાર્થીની એક એવું ડિવાઈસ તૈયાર કર્યું છે. જેનાથી છેડતી કરનારને કરંટ લાગશે. વિકાસ નગરમાં રહેનાર ભાઈ બેહેને ટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેમણે એક ડિવાઈસ બનાવ્યું છે. જેનું બટન દબાવતા જ કરંટ લાગશે. રોજબરોજ મહિલાઓ સાથે બનતી ઘટનામાં આ કવચ ખુબ જ ઉપયોગી સાબિત થશે. જે મહિલા માટે એક કવચ તરીકે કામ કરશે.

આપને જણાવી દઈએ કે, ટિંકર ઈન્ડિયા અભિયાન સાથે જોડાયેલ પૂજા પટેલ અને શિવા પટેલે આ ડિવાઈસ તૈયાર કર્યું છે. જેનું નામ ઈમરજન્સી શૉકની ચેન ફૉર વૂમન સેફટી રાખવામાં આવ્યું છે. આ નાનકડું ડિવાઈસ 440 વોલ્ટ સુધીનો કરંટનો ઝટકો આપવામાં સક્ષમ છે.

ક્યાંથી આવ્યો વિચાર

આ ડિવાઈસ બનાવનારી પૂજા પટેલે જણાવ્યું કે, રોજબરોજ દુષ્કર્મ અને છેડતીની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે છોકરીઓની સુરક્ષા માટે આ ડિવાઈસ બનાવવાનો વિચાર મારા મનમાં આવ્યો હતો. ત્યારબાદ મે મારા ભાઈ સાથે મળીને આ ડિવાઈસ તૈયાર કર્યું છે.

ડિવાઈસ કેવી રીતે કામ કરે છે

આ ડિવાઈસ વોલ્ટેજ એમપ્લીફિકેશન પ્રકિયા પર કામ કરે છે. જેમાં રિચાર્જેબલ બેટરી અને કેપિસ્ટર લાગેલું છે. જેને ચાવીના ગુંછા જેવી ડિવાઈસમાં લગાવવામાં આવ્યું છે. જેમાં એક બટન લાગેલું છે. જે પ્રેસ કરતા જ એક કરંટનો પ્રવાહ શરુ થઈ જાય છે. શરીરને અડતા જ કરંટ લાગે છે. જેનાથી સામેવાળો વયક્તિ થોડા સમય માટે અનકૉન્શિયસ થઈ જાય છે.

મહિલાની સેફ્ટી માટે ખુબ મદદગાર

આ ડિવાઈસ ખુબ જ ઓછી કિંમતમાં તૈયાર થયું છે. આપને જણાવી દઈએ કે, આ ડિવાઈસ બનાવવા અંદાજે 300 રુપિયાનો ખર્ચ થાય છે. પૂજાએ આ પ્રોડ્ક્ટ બનાવવા માટે ઘરમાં પડેલો વેસ્ટ મટિરિયલની વસ્તુઓથી આ અનોખું ડિવાઈઝ બનાવ્યું છે. પૂજાએ જણાવ્યું કે, હું ઈચ્છું કે, આ ડિવાઈઝ મહિલાની સુરક્ષાને લઈ ખુબ મદદગાર સાબિત થાય. જે રીતે આપણે રોજ સાંભળવા મળતી છેતરપિંડી, દુષ્કર્મની ઘટનાઓમાં આ ડિવાઈસ મહિલાઓની રક્ષા કરશે.

આ ડિવાઈસ બનાવનારી પૂજા પટેલે કહ્યું કે, તેમના દ્વારા બનાવવામાં આવેલું આ ડિવાઈસ ઈમરજન્સી શૉકની ચેન ફૉર વુમન સેફ્ટી ડિવાઈઝ દરેક મહિલાઓ સુધી પહોંચે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.