કાનપુર: પીડિતાના પરિવારને સાંત્વના આપવા આવેલા કોંગ્રેસના નેતા કનિષ્ક પાંડે અને વિકાસ અવસ્થીએ પીડિતાના પરિવારની પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે ફોન પર વાત કરાવી હતી, પ્રિયંકા ગાંધીએ તમામ શક્ય સહાયની ખાતરી આપી હતી અને કહ્યું કે, અમારી બધા કાર્યકર્તા તમારી સાથે છે
22 જૂનના રોજ લેબ ટેક્નિશિયન સંજીત યાદવનું અપહરણ કરાયું હતું, ત્યારબાદ પીડિત પરિવારની એફઆઈઆર કાનપુર દક્ષિણ પોલીસે નોંધી ન હતી. પીડિત પરિવારે જયારે રસ્તા પર વિરોધ પ્રદર્શન કર્યો ત્યારે, પોલીસે FIR નોંધી હતી. પરંતુ, તેની તપાસ ધીમી ગતિએ થઈ રહી હતી. ત્યારબાદ, પીડિત પરિવાર એસએસપી ઓફીસ પહોંચ્યો જ્યાં પીડિતાના પરિવારજનોએ તેમના પુત્રના અપહરણ તપાસની અપીલ કરી, એસએસપીએ ખાતરી આપી પરંતુ, લાંબા સમય પછી, તેઓ કંઇ કરી શક્યા નહીં, આ પછી, પીડિત પરિવારે ઘણી જગ્યાએ દેખાવો કર્યા.
આ ઘટનાના 1 મહિના પછી પોલીસે સંજીત યાદવની હત્યાના કેસનો ખુલાસો કર્યો હતો, પરંતુ હવે કાનપુર પોલીસ ઘણા પ્રશ્નોથી ઘેરાયેલી છે, જેનો કાનપુર પોલીસ જવાબ આપી શકી નથી, જેમાં એસપી સાઉથથી ઘણા ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે એસએસપીની પણ બદલી કરવામાં આવી છે.