કાનપુર: અમર દુબેનાં લગ્નનનો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં અમરની પત્નિ ખુશી વિકાસનું એન્કાઉન્ટર કરનારા ઓફિસર સાથે ડાન્સ કરતી જોવા મળી હતી.
કાનપુર એન્કાઉન્ટરમાં નવા ખુલાસા થઈ રહ્યા છે. એક બાજુ શશીકાંતની પત્ની મનુ પાંડેનો ઓડિયો વાયરલ થયો છે અને અમર દુબેના લગ્નનનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યા છે. એક વીડિયો એવો પણ વાયરલ થયો હતો. જેમાં તે વિકાસ દુબેને મામા કહીને બોલાવી રહી હતી. ફોટો લેવા માટે કહી રહી હતી. વાયરલ વીડિયોમાં ખુશી પ્રભાત મિશ્રા સાથે ડાન્સ કરી રહી છે જેણે વિકાસ દુબેનું એન્કાઉન્ટર કર્યું હતું.
2 જુલાઈના રોજ કાનપુરમાં વિકાસ દુબે તેના સાથીદારો સાથે મળી 8 પોલીસ કર્મચારીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. બાદમાં પોલીસે કાર્યવાહી કરી વિકાસ દુબેને અને તેના 5 સાથીદારોને એન્કાઉન્ટર કર્યા હતા.
અમર દુબેની પત્ની ખુશી જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે અત્યારે જેલમાં છે ઘટના બનતા જ પોલીસે તેની ધરપકડ કરી હતી.