ફરરૂખાબાદથી શુક્રવારે રાત્રે સાત વાગ્યે ચતુર્વેદી બસ સર્વિસની સ્લીપર બસ જયપુર જવા રવાના થઈ હતી. સૂત્રોના પ્રમાણે ફરરૂખાબાદથી 23 પ્રવાસીઓ અને ગુરસહાયગંજથી 12 પ્રવાસીઓ બસમાં બેઠા હતા.

ઘટનાની જાણ થતા IG મોહિત અગ્રવાલ અને મંડલયુક્ત સુધીર એમ બોબડે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તપાસ બાદ 8 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 22 મુસાફરોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસે બીજી કોઇ માહિતી આપી ન હતી. ટ્રક ડ્રાઇવર રિંકુ યાદવના કાકા અભિનંદન યાદવે ઇટીવી ઈન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમના ભત્રીજાને અકસ્માત થયો હોવાની માહિતી મળી હતી, જેની જાણ કરવા તે ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ અકસ્માતના પાંચ કલાક વિત્યા પછી પણ પોલીસ દ્વારા તેમને કોઈ માહિતી આપવામાં આવી ન હતી.
આ ટક્કર એટલી જોરદાર હતી કે, ટ્રકની ડીઝલની ટાંકી ફાટવાને કારણે આગ લાગી હતી. આગએ બસને પણ ઝપેટમાં લઇ લીધી હતી. 12 જેટલા પ્રવાસીઓ બસના કાચ તોડીને બહાર નિકળ્યા હતા અને પોતાનો જીવ બચાવ્યો હતો.