RJDએ પોતાની સીટમાંથી 1 સીટ CPIને આપવાનું કહ્યું છે, પરંતુ આ ગઠબંધનમાં કન્હૈયા કુમારને સામેલ કરવામાં આવશે. તે ઉપરાંત કન્હૈયાની પાર્ટી CPIને સીટ આપશે તેવી અટકળો છેલ્લા ઘણા સમયથી વહેતી થઇ હતી. જેના પર પૂર્ણવિરામ લાગી ગયું છે.
JNUના ભૂતપૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર અને તેજસ્વીની વચ્ચે સારા સંબંધો હતા. અનેક કાર્યક્રમમોમાં તેજસ્વીની અને કન્હૈયા એક જ મંચ પર સાથે જોવા મળ્યા હતાં. જેને લઇને તેજસ્વીએ ઘણી વાર મંચ પર પણ કન્હૈયાની તરફેણ કરી છે. જેમાં ઘણીવાર તેમણે ભાજપા પર આક્ષેપો કરતા કન્હૈયા તરફથી કહ્યું હતું કે, વર્તમાન શાસનમાં જો કોઇ પણ શાસક પક્ષની સામે મુદ્દો ઉઠાવે તો તેની સામે કાર્યવાહી થતી હોય છે અને તેવું અમારા લોકો સાથે પણ થયું છે. ત્યારથી એવી અટકળો વહેતી થઇ હતી કે કન્હૈયા કુમારને મહાગઠબંધનમાં શામેલ કરી શકે છે, પરંતુ છેલ્લી ઘડીએ બાજી પલટાય ગઇ હતી અને મહાગઠબંધનમાંથી કન્હૈયાકુમાર બહાર રહી ગયો.
ઉલ્લેખનિય છે કે આ સમગ્ર ઘટના પાછળ કન્હૈયાની દેશ વિરૂદ્ધની એટલે કે દેશદ્રોહી પ્રવૃતિ પણ હોઇ શકે છે જેને લઇને તેની પાછળ કાર્યવાહી પણ થઇ હતી. તે બાબતને લઇને પાર્ટી તેને શામેલ કરવા માંગતી ન હોય, પરંતુ આવી જ ઘટના ગુજરાતમાં પણ બની હતી. જ્યારે હાર્દિક પટેલ પાટીદાર આંદોલનને લઇને એક ઉભરતા ચહેરા તરીકે બહાર આવ્યો હતો અને તેણે પણ દેશદ્રોહી જેવી પ્રવૃતિ કરી હતી. પરંતુ તે પછી પણ તે આજે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો છે પરંતુ કહી શકાય કે શાસક પક્ષ વિરૂદ્ધ કંઇ પણ સવાલ ઉઠાવશો તો તેના સામે કાર્યવાહી ન થાય તેવુ ચોક્કસ પણે કહી શકાય નહીં.
કન્હૈયા કુમારની સાથે સીતારામ યચુરીની પાર્ટી CPMને પણ આ મહાગઠબંધનમાં જગ્યા આપવામાં નથી આવી. જેમ જેમ ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તે સાથે અનેક પાર્ટીઓ નવા ગઠબંધનમાં જોડાઇ રહી છે તો ઘણી અફવાઓ પર પણ પૂર્ણવિરામ લાગી રહ્યા છે.