અભિનેત્રી કંગના હાલમાં ભરતનાટ્યમની ખાસ તૈયારી લઈ રહી છે. કારણ કે, ખૂબ જ જલ્દી આપણને આ અભિનેત્રી 100થી પણ વધારે બેકગ્રાઉન્ડ ડાંસરની સાથે ફિલ્મમાં ડાંસ કરતી જોવા મળશે. જેનું કોરિયોગ્રાફી દક્ષિણ ભારતના ગાયત્રી રઘુરામ કરી રહ્યા છે.
આ ગીતમાં એક અલગ રેટ્રો વાઈબ હશે. તેની મહેનતને જોતા એવું લાગી રહ્યું છે કે, કંગના આ સોન્ગ માટે બરાબરની મહેનત કરી રહી છે. આ ફિલ્મને એએલ વિજય દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી રહ્યું છે. તેના રાઈટર બાહુબલી અને મણિકર્ણીકાના લેખક કે.વી.વિજયેન્દ્ર પ્રસાદ અને ધ ડર્ટી પિક્ચર અને વન્સ એપોન ટાઈમ ઈન મુંબઈના લેખક રજત અરોડા છે.
32 વર્ષીય આ અભિનેત્રી આગામી વખતે પંગામાં જોવા મળશે. જેનું નિર્દેશન અશ્વિની અય્યર તિવારી કરી રહ્યા છે. જયલલિતાએ 14 વર્ષ સુધી તમિલનાડૂમાં મુખ્યપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. રાજકારણમાં પ્રવેશ કરતા પહેલા તે એક અભિનેત્રી હતા.