મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથ ભોપાલના બૈરાગઢમાં આયોજીત કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવા ગયા હતા. જ્યાં તેમણે વડા પ્રધા નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત ટિપ્પણી કરી હતી.
કમલનાથે કહ્યું કે, 'NRCનો અર્થ થાય છે, નેશનલ રજિસ્ટર એફ સિટિઝન્શ. જ્યારે તમે તમારું નામ નોંધાવવા જશો તો પ્રશ્ન કરવામાં આવશે કે, તમારો ધર્મ શું છે? તમે જણાવશો કે હિન્દૂ. તો પુછવામાં આવશે કે, તમારી પાસે શું આધાર પુરાવા છે કે, તમે હિન્દૂ છો'.
કમલનાથે કહ્યું કે, 'બાદમાં તેઓ પુછશે કે, તમારા પિતાનો ક્યો ધર્મ છે, દાદાનો ક્યો ધર્મ હતો. કોઈ પુરાવા છે? પ્રશ્ન એ નથી કે તેમાં શું લખ્યું છે, ચિતા એ વાતની છે કે, શું નથી લખ્યું. આ લોકો ગેરમાર્ગે દોરવાની વાત કરે છે'.