નવી દિલ્હી: ભાજપના ઉપાધ્યક્ષ વિનય સહસ્ત્ર બુદ્ધદેવ રવિવારે કહ્યું કે, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથે રાજીનામું આપી દેવું જોઇએ. કારણ કે 22 ધારાસભ્યોના રાજીનામા બાદ પ્રદેશમાં કોંગ્રેસ સરકારે બહુમતિ ગુમાવી દીધી છે.
ભાજપ ઉપાધ્યક્ષે દાવો કર્યો કે, કોંગ્રેસ સરકાર પાસે વિધાનસભામાં બહુમત સાબિત કરવા મર્યાદીત ધારાસભ્ય નથી. જેના પગલે મુખ્ય પ્રધાન કમલનાથે ભાજપ પાસેથી શીખ લેવાની જરૂર છે. જેમાં ભાજપ પોતે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં બહુમત મેળવવામાં નિ઼ષ્ફળ રહી હતી. જેથી રાજીનામુ આપ્યું હતું. 'એવુ લાગી રહ્યું છે કે મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર પાસે બહુમત નથી અને ભાજપ પાસેથી શીખ મેળવી અને રાજીનામુ આપી દેવુ જોઇએ.
ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશ સરકારમાં છેલ્લા એક સપ્તાહથી રાજકીય વાતાવરણ ગરમાયું છે. જેનું નુકસાન મધ્ય પ્રદેશમાં રહેલી કોંગ્રેસ સરકારને થયું છે. જેમાં રાજકીય ચક્રવાતની સનસનાટી વચ્ચે 22 ધારાસભ્યોના રાજીનામા પડ્યા હતાં. જેના પગલે રાજકીય ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાઇ છે.
આ તમામ ઉતર ચઢાવ વચ્ચે કમલનાથ સરકારે આજે ફ્લોર ટેસ્ટ દ્વારા પોતાની બહુમતિ સાબિત કરવી પડશે. જેના પગલે આગામી સમય જ બતાવશે કે સરકાર સક્રિય રહેશે કે નહીં. જો કે, હજુ પણ મધ્યના મહાભારતમાં ફ્લોર ટેસ્ટ પર સસ્પેન્સ યથવાત છે.