ETV Bharat / bharat

PM નરેન્દ્ર મોદી સાથે એક મંચ પર એવોર્ડ લેનાર રાજસ્થાની ગર્લની કહાણી... - 'બિલ અને મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશન

જયુપરઃ તમે દંગલ ફિલ્મનો ડાયલોગ તો સાંભળ્યો જ હશે, મ્હારી છોરીયાં છોરો સે કમ હે ક્યાં? આ ડાયલોગને રાજસ્થાનની દીકરી સાર્થક કર્યો છે. આ વાત છે રાજસ્થાનની 17 વર્ષીય પાયલ જાગિંડની... જેને અમેરિકામાં 'બિલ અને મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશન' દ્વારા ચેન્જ મેકર એવૉર્ડની સન્માનિત કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, આ જ મંચ પર વડાપ્રધાન મોદી ગોલકીપર ગ્લોબલ ગોલ એવૉર્ડથી સન્માનિત કરાયા છે.

રાજસ્થાનની 17 વર્ષીય પાયલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મંચ પર એવૉર્ડથી સન્માનિત કરાયાં
author img

By

Published : Sep 25, 2019, 2:53 PM IST

બાળ મજૂરી અને બાળ વિવાહ જેવા અનેક કુરીવાજોને દૂર કરવાના પ્રયાસ હેઠળ પાયલને ચેન્જ મેકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. જે રાજસ્થાન માટે ગૌરવની વાત છે. તો, ચલો જાણીએ 17 વર્ષીય પાયલની સાહસિક કહાણી....

પાયલ જાંગિડ રાજસ્થાનના હિંસલા ગામમાં રહે છે. ખૂબ નાની ઉંમરમાં પરિવાર દ્વારા લગ્ન કરવા માટે દબાણ કરાયું હતું, પણ પાયલે તો પોતાનો નિર્ણય લઈ લીધો હતો. પાયલને અભ્યાસ ચાલું રાખવા માટે મન મક્કમ કરી અને અડગ મને કુરીવાજોની સામે લડતી રહી. આવા અનેક બનાવોના કારણે પાયલ ઉમંર કરતાં વધુ સમજદાર અને મજબૂત થઈ. ગામમાં બાળપણ બચાવો આંદોલન અંતર્ગત ચાલતાં બાળમિત્ર ગ્રામ કાર્યક્રમ હેઠળ તેણે બાળપંચાયત પ્રમુખ તરીકે કામ કર્યુ. આમ, સામાજિક કુરીવાજોની સામેની તેની લડત પહેલાં કરતાં વધુ ધારદાર બની.

રાજસ્થાનની 17 વર્ષીય પાયલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મંચ પર એવૉર્ડથી સન્માનિત કરાયાં

એવોર્ડ મળવાની ખુશી વ્યક્ત કરતાં પાયલે જણાવ્યું હતું કે, "હું ઘણી ખુશ છે. કારણ કે, મને અને વડાપ્રધાન મોદીને એક જ મંચ પરથી એવૉર્ડ મળ્યો છે. મારા માટે આ એવી પળ છે. જેને વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી."

પાયલની આ સિદ્ધિ વિશે નોબલ પુરસ્કાર વિજેતા અને બાળકોના અધિકારો માટે લડનારા સામાજિક કાર્યકર્તા કૈલાશ સત્યાર્થીએ કહ્યું હતું કે, પાયલે અમને ગૌરવિંત કર્યા છે. તે એવા યુવા મહિલાઓમાંની એક છે, જે બાળકો પર થતાં શોષણ વિરૂદ્ધ લડે છે. બાળકોને કુવરીવાજોના અંધકારમાંથી બહાર કાઢીને શિક્ષણના અજવાળામાં લાવે છે. જેની શરૂઆત તેણે પોતાનાથી જ કરી હતી. તે એના જીવનનો ખૂબ સાહસિક પડાવ હતો. કહેવાય છે ને કે, જે પોતાની લડી શકે એ જ બીજાની માટે હથિયાર ઉઠાવાની તાકાત રાખે છે. આ જ વાત પાયલમાં જોવા મળે છે.

Intro:Body:

Priya

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.