ETV Bharat / bharat

કૈલાસ માનસરોવર યાત્રાને લાગ્યું કોરોના ગ્રહણ, આ વર્ષે ભક્તો દર્શનથી વંચિત રહેશે - કૈલાસ પર્વત અને માનસરોવર સરોવર

હિન્દુઓની સૌથી મોટી અને પવિત્ર કૈલાસ માનસરોવર યાત્રા આ વખતે કોરોના વાઇરસના કારણે રદ્દ કરવામાં આવી છે. કુમાઉ મંડળ વિકાસ નિગમે યાત્રા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી, પરંતુ કોરોનાના કારણે આ યાત્રા રદ્દ કરવામાં આવી છે. સૌ પ્રથમ વખત એવું બનશે કે, તીર્થયાત્રીઓ કૈલાસ પર્વત અને માનસરોવર સરોવરના દર્શન નહીં કરી શકે.

કોરોના વાઇરસના કારણે કૈલાસ માનસરોવર યાત્રા રદ્દ

author img

By

Published : Jun 9, 2020, 3:15 PM IST

નૈનીતાલ (ઉત્તરાખંડ): હિન્દુઓની સૌથી મોટી અને સૌથી પવિત્ર કૈલાસ માનસરોવર યાત્રા આ વખતે કોરોના વાઇરસના કારણે રદ્દ કરવામાં આવી છે. આ યાત્રા રદ્દ થવાને કારણે કુમાઉ મંડળ વિકાસ નિગમને લગભગ 56 લાખનું નુકસાન થયું છે. દર વર્ષે 2000 જેટલા શ્રદ્ધાળુઓ આ યાત્રા માટે નોંધણી કરાવતા હોય છે અને તબીબી તપાસ બાદ આશરે 1080 ભક્તોને કૈલાસ માનસરોવર યાત્રા માટે પરવાનગી મળે છે.

દુનિયાની સૌથી મુશ્કેલ ધાર્મિક યાત્રાઓ પૈકીની એક કૈલાશ માનસરોવ યાત્રા આ વર્ષે નહીં યોજાઇ. કોરોના વાઇરસના સંક્રમણના કારણે આ યાત્રા ઉપર ગ્રહણ લાગ્યું છે. માનસરોવર યાત્રાના આયોજન અંગે આશંકા વ્યક્ત કરવામાં આવતી હતી પરંતુ હવે આ સાબિત થઈ ગઈ છે.

12 જૂને કૈલાસ માનસરોવર યાત્રા શરૂ થાય છે અને 15 જૂને શ્રદ્ધાળુઓનું પહેલું જૂથ દિલ્હીથી ઉત્તરાખંડના કાઠગોદામ પહોંચે છે. કાઠગોદામ પહોંચ્યા બાદ શ્રદ્ધાળુઓનું કુમાઉની રીતરિવાજ અને પરંપરા અનુસાર સ્વાગત કરવામાં આવે છે. બીજા દિવસે યાત્રા તેના આગળના સ્ટોપ અલ્મોડા તરફ રવાના થાય છે. જે પિથોરાઢ,ધારચુલા, નજંગ, બુંદી, ગુન્જી લિપુલેખ સહિતના વિવિધ સ્ટોપ પૂરા કરીને ચીનમાં પ્રવેશ કરે છે.

કૈલાસ માનસરોવર યાત્રામાં આશરે 18 ટીમ ભાગ લે છે અને દરેક દળમાં 60 જેટલા ભક્તો બાબાના દર્શન કરવા જાય છે. જોકે આ વખતે યાત્રા કોરોના વાઇરસના કારણે રદ્દ કરવામાં આવી છે. જેના કારણે બાબાના દર્શન કરનાર ભક્તોના સપના અધૂરાં રહી ગયી છે. કુમાઉ મંડળ વિકાસ નિગમ દ્વારા 1980 થી સતત આ કૈલાસ માનસરોવર યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ કુમાઉ મંડળ વિકાસ નિગમે યાત્રા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી.

કુમાઉ મંડળ વિકાસ નિગમના જીએમ અશોક કુમાર જોશીએ જણાવ્યું હતું કે, દર વર્ષે લગભગ 2000 શ્રદ્ધાળુઓ આ યાત્રા માટે પોતાની નોંધણી કરાવતા હોય છે. તબીબી તપાસ બાદ કૈલાસ માનસરોવર યાત્રા માટે લગભગ 1080 શ્રદ્ધાળુઓની પસંદગી કરવામાં આવે છે. જેના કારણે કુમાઉ મંડળ વિકાસ નિગમને 56 લાખથી વધુ આવક થતી હતી, પરંતુ આ વખતે કુમાઉ મંડળ વિકાસ નિગમને યાત્રા રદ્દ થવાને કારણે 56 લાખથી વધુનું નુકસાન થયું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.