ETV Bharat / bharat

દાદીની રાહે જ્યોતિરાદિત્ય, કોંગ્રેસમાંથી રાજીનામું, કોંગ્રેસને મોટો ફટકો - મધ્ય પ્રદેશ ન્યૂઝ

મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર પર સંકટના વાદળો મંડરાઇ રહ્યાં છે. ગત રોજ રાજકીય ડ્રામા સર્જાયા બાદ આજે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.

દાદીની રાહે જ્યોતિરાદિત્ય, કોંગ્રેસમાંથી રાજીનામું, કોંગ્રેસને મોટો ફટકો

author img

By

Published : Mar 10, 2020, 12:11 PM IST

Updated : Mar 10, 2020, 2:23 PM IST

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે મંગળવારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. અગાઉ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી. સિંધિયા અમિત શાહની કારમાં બહાર નીકળ્યા હતાં. આ મુલાકાત બાદ સિંધિયાની કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાવવાની અટકળો ચાલી રહી છે. આજે માધવરાવ સિંધિયાની 75મી જયંતીની ઉજવણી કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું કે, આ અવસરે તેઓ કોઈ મોટી જાહેરાત કરી શકે છે.

આ અગાઉ સિંધિયા પોતાના ઘરેથી સીધા અમિત શાહને મળવા માટે પહોંચ્યા હતા, ત્યારબાદ શાહ સાથે મોદીને મળ્યાં હતા. પીએમ મોદીના આવાસ પર આ બેઠક થઈ હતી. આજે માધવરાવ સિંધિયાની 75મી જયંતીની ઉજવણી કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું કે આ અવસરે તેમણે મોટી જાહેરાત કરી દીધી છે. સિંધિયા પોતે જ ટ્વીટર પર રાજીનામું ટ્વીટ કર્યું છે.

સિંધિયાએ પોતાના રાજીનામામાં લખ્યું કે- હું કોંગ્રેસમાં રહીને કામ નહીં કરી શકું

ડિઅર મિસિસ ગાંધી,

હું છેલ્લા 18 વર્ષોથી પાર્ટીનો પ્રાથમિક સભ્ય છું. હવે સમય થઈ ગયો છે કે મારે નવી શરૂઆત સાથે આગળ વધવું જોઈએ. હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પ્રાથમિક સભ્યતામાંથી રાજીનામું આપી રહ્યો છું અને તમે જાણો જ છો કે આ એ રસ્તો છે જે ગત વર્ષે મેં જાતે બનાવવાનો શરૂ કર્યો હતો. જો કે જન સેવાનું મારું લક્ષ્ય એવું જ રહેશે જે પહેલાથી હતું, હું મારા રાજ્ય અને દેશના લોકોની એ પ્રકારે સેવા કરતો રહીશ, મને લાગે છે કે હું આગળ આ કામ આ પાર્ટીમાં રહીને કરવામાં સક્ષમ નહોતો. મારા લોકો અને મારા કાર્યકર્તાઓની ભાવનાઓને રજુ કરવા અને તેને વ્યક્ત કરવા માટે, મને લાગે છે કે આ સૌથી સારુ રહેશે કે હું આગળ વધું અને એક નવી શરૂઆત કરું. મને દેશ સેવા માટે એક મંચ આપવા માટે હું આપ સૌનૌ આભાર માનું છું અને તમારા માધ્યમથી કોંગ્રેસ પાર્ટીના મારા સાથીઓને પણ ધન્યવાદ આપું છું.
સાદર,
આપનો જ્યોતિરાદિત્ય સિંધિયા

શું કહે છે વિધાનસભાનું ગણિત?

મધ્યપ્રદેશમાં 230 વિધાનસભાની બેઠકો છે. 2 ધારાસભ્યોનું નિધન થઈ ગયું છે. આ પ્રકારે વિધાનસભાની હાલની સ્થિતિ 228 થઈ ગઈ છે. કોંગ્રેસ પાસે 114 ધારાસભ્ય છે, જ્યારે સરકાર બનાવવાનો જાદુઈ આંકડો 115 છે. કોંગ્રેસને 4 અપક્ષ, 2 બહુજન પાર્ટી અને એક સમાજવાદી પાર્ટીના ધારાસભ્યનું સમર્થન મળ્યું છે. આ પ્રકારે કોંગ્રેસ પાસે કુલ 121 ધારાસભ્યોનું સમર્થન છે. જ્યારે ભાજપ પાસે 107 ધારાસભ્ય છે, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે સિંધિયાની પાછળ લગભગ 20 ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. જો આવુ થશે તો ભાજપ સરળતાથી સરકાર બનાવવાની સ્થિતિમાં આવી જશે. સિંધિયા તેમના ઘરેથી સીધા અમિત શાહને મળવા માટે પહોંચ્યા હતા, ત્યારબાદ ત્યાંથી જ શાહ સાથે પીએમ મોદીને મળવા માટે પહોંચ્યા હતા. પીએમ મોદીના આવાસ પર આ બેઠક સવારે 10.45 વાગ્યાથી ચાલી રહી હતી.

Last Updated : Mar 10, 2020, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.