અધિકારીઓના જણાવ્યા અનુસાર જોઈએ તો, સુરક્ષાદળો અને સ્થાનિક પોલીસ કર્ણાટક અને દેશના અન્ય વિસ્તારમાં એફપીઆઇ તરફથી વધી રહેલા ખતરાને જોઈને જસ્ટિસ નઝીર અને તેમના પરિવારને તાત્કાલિક સુરક્ષા પ્રદાન કરશે. જસ્ટિસ નઝીર જ્યારે બેંગલુરૂ, મેંગલુરૂ અથવા રાજ્યના કોઇ પણ વિસ્તારમાં સફર કરશે, તો તેમને કર્ણાટક કોટામાંથી ઝેડ શ્રેણીની સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. આ સુરક્ષા તેમના પરિવારજનોને પણ આપવામાં આવશે. ઝેડ શ્રેણીની સુરક્ષામાં અર્ધસૈનિક અને પોલીસના લગભગ 22 જવાન તૈનાત હોય છે.
9 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે 2.77 એકટ જમીન પર રામ મંદિર બનાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો તથા ઉત્તર પ્રદેશના અયોધ્યામાં એક મસ્જિદના નિર્માણ માટે અલગથી 5 એકર જમીન આપવાનો આદેશ આપ્યો હતો.