આ બાબતે પ્રદેશ અધ્યક્ષ વાઘાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, કાયદા પ્રમાણે જે પણ યોગ્ય હશે તે પગલા લેવાશે. કાયદો કાયદાનું કામ કરશે. જોકે, ગુરુવારે એમ.જે કોલેજના કુલપતીએ આ બાબતને નકારી હતી અને કોપીકેસ કરતા વિદ્યાર્થીઓના નામ જાહેર કરવાનો ઇન્કાર કર્યો હતો.
અહીં આપને જણાવી દઈએ કે, પરીક્ષાઓમાં અનેક કોપી કેસ થતાં હોય છે, પણ આ બાબતમાં જરા અલગ એંગલથી જોવામાં આવી રહ્યું છે, કારણ કે, કોપી કેસમાં પકડાયેલો વિદ્યાર્થી બીજું કોઈ નહીં પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘીણીનો પુત્ર છે. તેથી આ બાબતે રાજકીય રંગ આપવાનું કામ પણ થઈ રહ્યું છે.