જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, દલિતો વિરૂદ્ધ અત્યાચારને લઇને ભાજપાની સરકાર બોલવા જેવી રહી નથી. ભાજપા શાસીત ગુજરાતમાં 4 દિવસમાં 5 દલિતોને ઘોડી પર બેસવા દેવામાં આવ્યા નથી, પરંતુ મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ તમામ અત્યાચરને લઇને હાલમાં સાયલન્ટ છે, કોઈ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી.
મેવાણીએ PM મોદી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, “વડાપ્રધાન કયા મોઢે દલિતોની વાત કરે છે. ઉના ઘટના બન્યા પછી વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, મારવા હોય તો મને મારો, મારા દલિત ભાઇઓને નહીં, હવે ક્યાં છે મોદીજી ? આ બધું જ માત્ર ચૂંટણીના સમયે જ બોલવામાં આવે છે. હાલમાં વડાપ્રધાન માત્ર કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી રહ્યા છે.” આ ઉપરાંત મેવાણીએ જણાવ્યું કે, “દલિત મહિલાઓ સાથે દુષ્કર્મ જેવી ઘટના ઘટી છે. રાજસ્થાન રેપિસ્તાન બની રહ્યું છે. દલિતો પર સતત અત્યાચાર થઇ રહ્યા છે. જો સરકાર સંવેદનશીલ હોય તો દોષિતો વિરૂદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ.”
વધુમાં મેવાણીએ જણાવ્યું કે, એસ.પી.એ થાનાગાજી મામલાને નજરઅંદાજ કર્યો છે. તેના વિરૂદ્ધ એટ્રોસિટી કાયદા અને SC-ST કાયદા હેઠળ કેસ દાખલ કરી તુરંત સસ્પેન્ડ કરવા જોઇએ. વધુમાં જણાવ્યું કે સરકારને 7 દિવસનો સમય આપ્યો હતો જે 14 તારીખ સુધીમાં પૂર્ણ થઇ રહ્યો છે. સરકારે એસપીને સસ્પેન્ડેડ કર્યા નહી અને તેના વિરૂદ્ધ FIR પણ દાખલ કરી નથી. સાથે આ દિવસોમાં 12થી વધુુ કેસો થયા છે. આ સમગ્ર કેસની SIT દ્વારા તપાસ કરવામાં નહીં આવે તો, પ્રદેશમાં મોટા પાયે આંદોલન કરવામાં આવશે. જણાવી દઇએ કે 29 માંગને લઇને જિગ્નેશ મેવાણી અન્ય દલિત સંગઠનો સાથે મળીને DGPની મુલાકાત લેશે.