પ્રથમ તબક્કો | 13 સીટ પર મતદાન | 30 નવેમ્બર |
બીજો તબક્કો | 20 સીટ પર મતદાન | 7 ડિસેમ્બર |
ત્રીજો તબક્કો | 17 સીટ પર મતદાન | 12 ડિસેમ્બર |
ચોથો તબક્કો | 15 સીટ પર મતદાન | 16 ડિસેમ્બર |
પાંચમો તબક્કો | 16 સીટ પર મતદાન | 20 ડિસેમ્બર |
પરિણામ- 23 ડિસેમ્બર
ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી 2020ના રોજ સમાપ્ત થાય છે. આ ચૂંટણી પણ એવા સમયે થઈ રહી છે, જ્યારે હરિયાણા અને મહારાષ્ટ્રમાં સત્તાધારી ભાજપની આશા-અપેક્ષા પ્રમાણે પરિણામો આવ્યા નથી.
ઝારખંડમાં મુખ્યપ્રધાન રઘુવર દાસના નેતૃત્વવાળી ભાજપ સરકાર રાજ્યમાં સત્તા જાળવી રાખવા મથામણ કરશે.
એનડીએને સરકાર બનાવવા માટે અહીં 81 સીટમાંથી વિધાનસભામાં બહુમત માટે 41 સીટોની જરુર પડે છે.
ઝારખંડનું રાજકીય સમીકરણ
ઝારખંડમાં વિધાનસભાની કુલ 81 સીટ છે. ભાજપે 2014ની વિધાનસભા ચૂંટણીમાં 37 સીટ જીતી હતી. તો વળી તેમના સહયોગી ઑલ ઝારખંડ સ્ટૂડન્ટસ યુનિયને પાંચ સીટ જીતી હતી.
જ્યારે અહીં જેએમએમને 20.4 ટકા મત સાથે 19 સીટ, કોંગ્રેસ 10.5 ટકા મત સાથે 7 સીટ તથા જેવીએમ 10 ટકા મત સાથે 8 સીટો જીતી હતી. જો કે, ચૂંટણી બાદ જેવીએમના 6 ધારાસભ્યો ચૂંટણી જીત્યા બાદ ભાજપમાં જોડાઈ ગયા હતાં. ઉપરાંત 6 સીટ પર અન્યને જીત મળી હતી.