રાંચીઃ ઝારખંડમાં સૂબેના સ્વાસ્થ્ય પ્રધાન બન્ના ગુપ્તાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બન્ના ગુપ્તાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેન સહિત કેબિનેટમાં અન્ય સદસ્ય હોમકોરોન્ટાઇન થયા છે. બુધવારે મુખ્યપ્રધાન સચિવાલય પાસેથી મળેલી માહિતી પ્રમાણે CM સોરેનના કેબિનેટના સાત અન્ય પ્રધાન હોમકોરોન્ટાઇન થયા છે.
સ્વાસ્થ્ય પ્રધાન બન્ના ગુપ્તાએ મંગળવારે કોવિડ-19નો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બન્ના ગુપ્તા કેબિનેટની બેઠકમાં હાજર રહ્યા હતા.
બન્ના ગુપ્તા હેમંત સોરેનના બીજા કેબિનેટ પ્રધાન છે, જે કોરોના પોઝિટિવ આવ્યા હોય. આ પહેલા પાણી અને સ્વસ્છતા પ્રધાન મિથિલેશ ઠાકુરને પણ કોરોના થયો હતો. મંગળવારે કેબિનેટની બેઠક મળી હતી, જેમાં સ્વાસ્થ્ય પ્રધાન બન્ના ગુપ્તા સહિત ગ્રામીણ વિકાસ પ્રધાન આલમગીર આલમ, પરિવહન પ્રધાન ચંપઇ સોરેન, નાણાપ્રધાન રામેશ્વર ઉરાંવ, શ્રમ પ્રધાન સત્યાનંદ ભોક્તા તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રધાન જોબા માંઝી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પાણી અને સ્વસ્છતા પ્રધાન મિથિલેશ ઠાકુર હાજર રહ્યા ન હતા.
ઉલ્લેખનિય છે કે, આ પહેલા મુખ્યપ્રધાન હેમંત સોરેન બે વખત હોમકોરેન્ટાઇ થયા છે અને બન્ને વખત તેમનો કોવિડ-19નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. સૂત્રોનું માનીએ તો બુધવારના મુખ્યપ્રધાનના તમામ કાર્યક્રમને હાલ પુરતા રદ કરવામાં આવ્યા છે.