- (ડીડીસી)ની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન
- જમ્મુ ક્ષેત્રોથી 125 ઉમેદવારો મેદાનમાં
- મતદાન કેન્દ્ર પર ચુસ્ત સુરક્ષા ગોઠવવામાં આવી
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ (ડીડીસી)ની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન આજે (મંગળવારે ) શરુ થયું છે. આજે 2,100 મતદાન કેન્દ્રો પર મતદાન યોજાશે.
બીજા તબક્કા માટેની ચૂંટણીમાં 321 ઉમેદવારો મેદાનમાં
રાજ્ય ચૂંટણી કમિશનર કે કે શર્માએ જાણકારી આપતા કહ્યું કે, બીજા તબક્કા માટેની ચૂંટણીમાં 321 ઉમેદવારો મેદાનમાં છે.બીજા તબક્કામાં 43 મતદાર ક્ષેત્રોમાં મતદાન યોજાશે. જેમાં 25 કાશ્મીર અને 18 જમ્મૂમાં છે.શર્માએ કહ્યું કે, ડીડીસીની 43 સીટો માટે કાશ્મીર ધાટીથી 196 અને જમ્મુ ક્ષેત્રોથી 125 ઉમેદવારો મેદાનમાં છે. ડીડીસીની સાથે 83 મતદાર ક્ષેત્રોમાં સરપંચની ચૂંટણી પણ આયોજીત કરવામાં આવી છે. જેના બીજા તબક્કામાં કુલ 223 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
ઘાટીમાં મતદાન કેન્દ્ર પર ચુસ્ત સુરક્ષા
બીજા તબક્કામાં 2,142 મતદાન કેન્દ્રો પર 7.09 લાખ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના હતા. મતદાન કેન્દ્રમાંથી 1,305 કાશ્મીર અને 837 જમ્મુમાં છે.કાશ્મીરમાં અંદાજે બધા જ મતદાન કેન્દ્ર સુરક્ષાની દષ્ટિએ સંવેદનશીલ છે. ઘાટીમાં મતદાન કેન્દ્ર પર ચુસ્ત સુરક્ષા ગોઠવવામાં આવી છે.
48.63 ટકા મતદાન
જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી બીજા તબક્કાની ચૂંટણીમાં 48.63 ટકા મતદાન થયું છે.