લંડન: ભારતના વૈશ્વિકરણના સૌથી મોટા આંતરારાષ્ટ્રીય કાર્યક્રમોમાંનો એક ભારત વૌશ્વિક સપ્તાહ(ઈન્ડિયા ગ્લોબલ વીક) સંમેલનનું આયોજન બ્રિટેનમાં કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં વિદેશ પ્રધાન એસ જયશંકર દેશનું નેતૃત્વ કરશે. આ કાર્યક્રમનું 9 થી 11 જુલાઈ સુધી આયોજન કરવામાં આવ્યું છે.
લંડનમાં આયોજીત ભારત વૈશ્વિક સપ્તાહ સંમેલન ત્રણ દિવસ માટે યોજાશે. પુનર્જીવનઃ ભારત અને એક સારી નવી દુનિયાના વિષય પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કોરોનાવાઈરસ સામેના પડકાર, વાણિજ્ય અને રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે.
આ સંમેલનનું આયોજન બ્રિટેન સ્થિત મીડિયા હાઉસ ઈન્ડિયા ઈન્ક ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. ઈન્ડિયા ઈન્ક ગ્રુપના સંસ્થાપક અને સીઈઓ મનોજ લાડવાએ કહ્યું કે, કોવિડ 19ના સંકટમાંથી બહાર નિકળવા માટે આપણી આપણી શક્તિનો ઉપયોગ પડકારોનો સામનો કરવા અને ખરા નિર્ણય લેવામાં કરવાનો છે.
આ કાર્યક્રમમાં અંદાજીત 250 જેટલા વક્તા સામેલ થશે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર સ્ટાબ વા, આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી શ્રી રવિ શંકર જોડાશે. આ ઉપરાંત વિદેશપ્રધાન સિવાય આ સંમેલનમાં રેલવે પ્રધાન પીયૂષ ગોયલ, સૈયદ અકબરુદ્દિન અને કોંગ્રેસ સાંસદ શશિ થરૂર પણ સામેલ થશે.