નવી દિલ્હી: અનલોક-1 લાગૂ કરવાની સાથે જ દેશમાં ગુનાહિત પ્રવૃતિઓ શરૂ થઇ રહી છે. આ દરમિયાન સૌથી સુરક્ષિત ગણાતી તિહાડ જેલમાંથી ચરસ સપ્લાયનો કેસ સામે આવ્યો છે. આ કેસમાં જેલના એક વોર્ડનની ચરસ સપ્લાય કરવા માટે ધરપકડ કરવામાં આવી છે.
બૂટમાં છુપાવ્યું હતું ચરસ
વોર્ડન બૂટમાં ચરસ છુપાવીને જઇ રહ્યો હતો. તે આ ચરસને જેલમાં ઘુસાડવામાં સફળ પણ થઇ ગયો હતો, પરંતુ માહિતી મળવા પર જેલના અધિકારીઓએ તેની ધરપકડ કરી લીધી હતી. આ મામલે તિહાડ જેલના એડિશનલ આઈજી રાજકુમાર સાથે વાત કરવામાં આવી હતી, ત્યારે તેમણે પુષ્ટિ પણ કરી હતી કે જેલ નંબર એકના વોર્ડનની ડ્રગ્સ લઇ જવાના પ્રયાસમાં ધરપકડ કરવામાં આવી છે.
તપાસના આદેશ આપવામાં આવ્યા
તિહાડ જેલના એડિશનલ આઈજી રાજકુમારના જણાવ્યા અનુસાર તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે કે, આ આરોપી કેટલા સમયથી અને કોને-કોને ચરસની સપ્લાય કરતો હતો.