એક દિવસની 30 લાખ રૂપિયા ફી વસુલતા ભારતના જાણીતા વકીલ હરીશ સાલ્વેએ આંતરરાષ્ટ્રીય કૉર્ટમાં ફક્ત 1 રૂપિયામાં કુલભૂષણ જાધવનો પક્ષ રજૂ કર્યો છે. તત્કાલિન વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે 15 મે 2017ના રોજ ટ્વીટ કરી આ અંગે દેશના લોકોને અવગત કર્યા હતા. હરીશ સાલ્વેનો જન્મ 1955માં થયો હતો. તેઓ 1999થી 2002 સુધી દેશના સાલીસીટર જનરલ રહ્યાં હતા. તેમના પિતા પૂર્વ કોંગ્રેસ સાંસદ અને ક્રિકેટ પ્રકાશક હતા.
![કુલભૂષણનો કેસ લડનાર વકીલ હરીશ સાલ્વે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3871232_jjk.jpg)
બીજીતરફ પાકિસ્તાને કુલભૂષણ જાધવને જાસૂસ અને આંતકવાદી જાહેર કરવા માટે પાકિસ્તાન સરકારે 20 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. પાકિસ્તાને પોતાના વકીલ ખાવર કુરૈશીને આ રકમ ચૂકવી છે. પાકિસ્તાની સરકારે સંસદમાં રજૂ કરેલા બજેટમાં આ રકમ જાહેર કરી છે. આર્થિક રીતે પાયમાલ થયેલા પાકિસ્તાને કુલભૂષણ પાછળ કરેલા ખર્ચાને સંદર્ભે વિશ્વભરમાં તેની પર માછલાં ધોવાઈ રહ્યાં છે.